તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી નર્મદા કેનાલ પાસેથી દારૂની 1636 બોટલો ઝડપાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતની ટીમે પાટડીમાં દેવાસી તળાવ પાસે નર્મદા કેનાલ નજીકના બાવળની ઝુંડમાં વિદેશી દારૂનો દરોડો પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 1636 બોટલો અને મોટરસાયકલ સાથે કુલ રૂ. 2,13,200ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો.

પાટડી ગામે દેવાસી તલાવડી નજીક નર્મદા કેનાલ પાસેના બાવળની ઝુંડમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ અને હિતેશ જેસીંગભાઇ જોગરાણાએ દારૂ અંગેનો દરોડો પાડ્યો હતો. અને આ દરોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી મળી કુલ 1552 બોટલો કિંમત રૂ. 1,70,600 અને કાચની બિયરની બોટલ નંગ- 84, કિંમત રૂ. 12,600 અને બાઇક કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ.213200ના મુદામાલ સાથે પાટડીના અશોક દશરથભાઇ ઠાકોરને ઝબ્બે કર્યો હતો. જ્યારે અન્ય આરોપી રાકેશ દશરથભાઇ ઠાકોર પોલિસને થાપ આપી અંધારામાં ફરાર થઇ
ગયો હતો.

પાટડી પોલીસે એક આરોપીને ઝબ્બે કરી નાસી છુટેલા અન્ય આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

રૂ. 2,13,200ના મુદ્દામાલ જપ્ત કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો