તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગતરાય ગામેથી 6 લાખનો 1512 બોટલ દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના અગતરાય બાયપાસ ચાેકડી ખાતે ક્રાઇમ બ્રાંચ, ડિટેક્શન સેલ તેમજ ટેકનીકલ સેલ દ્વારા બાતમી આધારે રેડ કરતાં ઇગ્લીશ દારૂની કુલ 1512 બાેટલ જેની કિમત 6,04,800 સહિતનાે જથ્થો જપ્ત કરી હતી પાેલીસને આરાેપી હાજર મળી ન આવતા તેમની વિરૂધ્ધ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશાેદનાં અગતરાય બાયપાસ ચાેકડી નજીક મારૂતી મેગ્નેટીક નામનાં બંધ કારખાનામાં ક્રાઇમ બ્રાંચના હે.કો. વી. એન. બડવા, ડીટેકશન સેલના હે.કો. એચ . વી. પરમાર, પો.કો. સાહિલ સમા, ડાયાભાઇ કાનાભાઇ કરમટા, ભરતભાઇ સાેલંકી તેમજ ટેકનીકલ સેલના પો.કો. જયદિપભાઇ કનેરિયા, પો.કો.ધર્મેશભાઇ વાઢેળ દ્વારા બાતમી આધારે રેડ કરાતાં ચંદીગઢની યુટી ઓન્લી બ્રાન્ડની સ્પે ડીલક્ષ વ્હીસ્કી 588 બાેટલ તેમજ 77 પેટી જેમાં રહેલ 924 બાેટલ એમ મળી કુલ 1512 બાેટલ કે જેની કુલ કિંમત 6,04,800 ના ઇગ્લીસ દારૂના જથ્થાે જપ્ત કરી આ દારૂ જેમના દ્વારા ઉતારવામાં આવ્યો તે કેશાેદ ખાતે પાણીના ટાંકા પાસે રહેતાે અને હાલ અગતરાયનો કાસમ રફીકનો હાેય જે હાજર મળી ન આવતા તેમના વિરૂધ્ધ પાેલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...