15 દિવસથી લખતર બસસ્ટેન્ડના બંધ કંટ્રોલ પોઇન્ટ બંધ હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર બસ સ્ટેન્ડમાં છેલ્લા 15 દિવસોથી કંટ્રોલ પોઇન્ટ બંધ હોવાથી મુસાફરોને પરેશાની ભોગવવી પડતી હોવાનું જાણવા મળે છે. તો અધૂરામાં પૂરૂ બે કરોડનાં ખર્ચે બનેલા આ બસ સ્ટેન્ડમાં ચોકિયાતની પણ બદલી થઇ જવાથી બસસ્ટેન્ડ રામભરોસે ભાંસે છે.

લખતરમાં સરકાર દ્વારા બે કરોડનાં ખર્ચે નવું બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યુ હતુ.જેનું જૂન-2019માં મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ બસ સ્ટેન્ડમાં ત્યારથી કન્સેશન પાસ તેમજ ઓનલાઇન ટિકિટ બુકિંગની બારી બંધ તો હતી જ. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ લોકાર્પણ બાદ આઠમા મહિને જ નવા બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ બંધ ભાસતા મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ લખતર બસસ્ટેન્ડમાં ટ્રાફિક કન્ટ્રોલર હતા તેઓની બદલી થતાં લખતરખાતે નવા ટી.સી.મુકાયેલા. પરંતુ તેઓને સુરેન્દ્રનગર એસ.ટી.સ્ટેન્ડમાં કામ અર્થે તબદીલ કરતાં છેલ્લા 15 દિવસથી લખતર બસસ્ટેન્ડનો કંટ્રોલ પોઇન્ટ બંધ ભાસે છે. આ અંગે પાર્થભાઈ, નિકુલભાઈ સોલંકી તેમજ મહેશભાઈ રાવલે જણાવ્યુ કે, તો આ હજી ઓછું હોય તેમ છેલ્લા પાંચેક દિવસોથી લખતર એસ.ટી. સ્ટેન્ડમાં ફરજ બજાવતાં ચોકિયાતની પણ બદલી કરી દેવામાં આવી છે. જેના કારણે લખતર બસ સ્ટેન્ડ રામભરોસે જોવા મળી રહ્યું છે. જેથી આ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓની લાગણી સાથે માંગણી છે.

કંટ્રોલ પોઈન્ટથી મુસાફરો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી

_photocaption_લખતર બસ સ્ટેન્ડમાં આવેલા કંટ્રોલપોઇન્ટની તસવીર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...