તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર વઢવાણમાં રોજ 143 લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરમાં દરરોજ 143 લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવાની વિગતો ધ્યાને આવી છે. માર્ચ માસમાં 4450 લોકો સામે નિયમનો દંડો ઉગમતા 100 વાહનો જપ્ત કરી રૂ. 8.76 લાખનો દંડ વસૂલાયો હતો. આમ સુરેન્દ્રનગર વઢવાણના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો નિયમ પાલન કરવામાં ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે તંત્રે નિયમનો દંડો ઉગામ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર વઢવાણના જુદા જુદા માર્ગ પરથી માર્ચ-2019માં 4190 લોકોને રૂ. 5,25,100 દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત 100 જેટલા વાહનચાલકોના વાહનો ડિેટેઇન કરીને 3,37,500નો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક પીએસઆઈ પી.આર.સોનારા, વી.પી.સોલંકી સહિત ટ્રાફિક પોલીસ સ્ટાફે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ટ્રાફિક અડચણરૂપ સાથે નિયમોનો ભંગ કરતા લારીધારક, રિક્ષાચાલક સહિત 117 લોકો સામે કેસકરીને રૂ. 11,700નો દંડ ફટકાર્યો હતો. જ્યારે જાહેરમાં માર્ગો પર તમાકુના નિયમોનો ભંગ કરતા 20 લોકો પાસેથી રૂપિયા બે હજાર જેટલો દંડ વસૂલાયો હતો. આ માસ દરમિયાન દારૂ પીને વાહન ચલાવતા 5, ભયજનક અને પૂરઝડપે વાહન ચલાવતા 3 લોકો સામે કેસ કરાયા હતા. આમ શહેરના માર્ગો દરરોજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 143 લોકો ઝપટે ચડતા રહે છે.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર વધતી જતી ટ્રાફિકની સમસ્યા.

અન્ય સમાચારો પણ છે...