તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળાસાના અળવી ગામે સેવાસેેતુ કાર્યક્રમનો 1412 લાભાર્થીએ લાભ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોળાસા | કોડીનાર તાલુકાના અળવી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો કુલ 1412 લાભાર્થીઓ લાભ લીધો હતો.અ ા તકે કોડીનાર મામલદાર,તાલુકા વિકાસ અધિકારી અેસ.ટી. પરમાર,વાઘેલા,સરપંચ પ્રતાપ ચોહાણ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ચાપરડા નર્સીંગ કોલેજમાં સીસીએ કાયદાની સમજૂતી કાર્યક્રમ યોજાયો
વિસાવદર | વિસાવદર નજીક ચાપરડા ખાતે આવેલી નર્સીગ કોલેજમાં સીસીએ કાયદા વિશે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટ પટેલ દ્વારા આપવામાં આવી હતી. અા તકે દિપીક ડોબરીયા,રમણીક દુધાત્રા, શર્મા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કોડીનારની શાળાના છાત્રોનો રાજ્યકક્ષા અને નેશનલ લેવલે રમત-ગમતમાં સારો દેખાવ કર્યો
કોડીનાર | ભ.ભા.વિધાલય કોડીનાર શાળામાં અભ્યાસ કરતા 12 છાત્રોએ રાજય અને કેન્દ્ર કક્ષા રમત- ગમત સ્પર્ધામાં સારો દેખાવ કરતા તેવાનો કોચ હિતેષભાઇ અને છાત્રોને આચર્ય ડી.જી.રાઠોડ અને વહીવટદાર અપારનાથીએ અભિનંદન આપ્યા હતા.

વેરાવળની શાળામાં ધો. 1 થી 5 ના છાત્રોનું સ્વયંસેવાની પ્રવૃતિનું આયોજન કરાયું
વેરાવળ | પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ વેરાવળ એ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે સ્વયંસેવાની પ્રવૃત્તિનું આયોજન કર્યું જેનો ઉદેશ્ય જરૂરિયાત મંદ બાળકોની સાથે ઉજવણી કરવાનો હતો જેમાં હૃદયના આ પવિત્ર વિચારો અને અનુભૂતિથી સાથે, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ વેરાવળ શહેર ના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને વંચિત બાળકોને કે જેમને સૌથી વધુ જરૂર છે તેમને પતંગ, દોરો,અને અલગ અલગ પ્રકારની ચિકી વહેંચીને ઉજવણી કરેલ છે.

સુત્રાપાડા બોસન પ્રાથમિક શાળામાં વિવેકાનંદ જયંતિ ઉજવણી કરાઇ
પ્રાંચી | સુત્રાપાડા તાલુકાના બોસન પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમીતે યુવા દિવસની ઉજવણી કરવામં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઅોમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઅોએ ભાગ લીધો હતો.

સોમનાથમાં લધુમતિ સમાજના આગેવાનો સાથે મિટીંગ યોજતા રાષ્ટ્રીય લઘુમતિ આયોગનાં સભ્ય
વેરાવળ | રાષ્ટ્રીય લધુમતિ આયોગ દિલ્હીના સભ્ય સુનિલ સિંધીએ આજે ગીર- સોમનાથ જિલ્લાનો પ્રવાસ કરી ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે લધુમતિ સમુદાયના વિવિધ આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સુનિલ સિંધીએ ગીર સોમનાથ જિલ્લામાં લધુમતિ સમુદાયના લાભાર્થીઓને આપવામાં આવેલ લાભો અંગે સંતોષ વ્યક્ત કરી હજુ વધુ લાભો લધુમતિ સમાજોને મળે તે માટે દર ત્રણ મહિને મિટીંગ અને જિલ્લામાં કેમ્પો કરવાની અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં 32 કરોડનાં કામોને મંજુરી અપાશે.

વેરાવળમાં વહેલી સવારે કસરતની સાથે ઉકાળાનો લાભ લેતા શહેરીજનો
વેરાવળ |વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સંચાલિત ગાર્ડન ટાવરચોક સ્થિત છે તેમજ બિહારીનગર, ગંગાનગર ,શ્રીપાલ ચોકના વિસ્તારના લોકોને દુર પડતુ હોવાથી નગરપાલિકા દ્વારા બિહારીનગર રોડ પર નવા ગાર્ડનનુ નિર્માણ કરવાંમાં આવ્યું છે જે હાલ વેરાવળની રેકોર્ડ બ્રેક ઠંડીનો સામનો કરવા વેરાવળ વાસીઓને ઉપયોગી તેમજ આશીર્વાદરુપ બન્યુ છે. જયા વહેલી સવારથી જ યુવાનો ,વડીલો સહીતના લોકો કસરત તેમજ વોકીંગ કરીને ઠંડીથી બચવાનો પ્રયત્ન કરે છે તેમજ સાંજના સમયમાં બાળકો ગાર્ડનમાં વિવિધ રમતોનો આનંદ મેળવે છે. સાથોસાથ ભગતબાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ગૌમુત્ર તેમજ ઔષધીઓથી બનેલા ઉકાળાનુ વિતરણ ટાવરચોક પાસે કરવામાં આવે છે જેનો લોકો લાભ લે છે.આ ઉકાળો વર્ષોથી નિશુઃદ્ક સેવાના ભાવાર્થે વિતરણ કરવામાં આવે છે.

સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પુનમ નિમીતે બટુક ભોજન કરાવ્યું
પ્રાંચી | સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે હનુમાનજી મંદિરે પુનમ નિમીતે નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળમાં નગરપાલિકાનો પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વેરાવળ | વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્રારા પાંચમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.8, 10, 11 નાં રહેવાસીઓએ વિવિધ પ્રશ્નો રજુ કરતા સ્થળ પર નિકાલ કરાયો હતો. તેમજ 65 મહિલાઓને વિધવા સહાયનાં મંજુરીનાં પત્રો અપાયાં હતાં. આ તકે રાજશીભાઈ જોટવા, જશાભાઈ બારડ, મંજુલાબેન સુયાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રજાપતિ, લખમભાઈ ભેંસલા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રભાસ પાટણ પે.સેન્ટર શાળામાં વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
વેરાવળ |શ્રી પ્રભાસ પાટણ પે સે શાળા માં ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો જેમકે જ્ઞાનાકુંજ પ્રોજેક્ટ, વેસ્ટમાંથી બેસ્ટ , સાંસ્કૃતિક જે અંતર્ગત શાળામાં દરેક ક્લાસમાં લેપટોપ સાથે કનેકટેડ પ્રોજેક્ટર અને વ્હાઈટ ટચ બોર્ડ દ્વારા નેટ કનેક્ટેડ સાથે એક ડીજીટલ ઇન્ડિયાનું ડીજીટલ શિક્ષણ ની શરૂઆત કરવામાં આવી છે . જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરનાં જયદેવભાઈ જાની , બબીબેન વાળા, તેમજ રાજુભાઈ ગઢીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમજ શાળાના વિદ્યાર્થી તેમજ શાળાના શિક્ષકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નું પ્રદર્શન પણ રાખવામાં આવેલ , તેમજ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ ગયો , તેમજ આ શાળામાં વર્ષોથી કામ કરતા મણીબેનનો વિદાય સમારંભ રાખવવામાં આવેલ જેમાં આંસુભીના દ્રશ્યો જોવામાં આવ્યા, આ તકે પાટણ શહેરના નગરજનો તેમજ જુદા જુદા સમાજના પ્રમુખો અને આગેવાનો પણ હાજર રહ્યા.જેમાં બ્રાહ્મણ સમાજના પ્રમુખ હિતેન્દ્રકુમાર જોશી, કોળી સમાજના આગેવાન કાનાભાઈ ગઢીયા . રામભાઈ તેમજ સી. જી. ભટ્ટભાઈ , જાગૃત વાલી પરાગભાઈ પાઠક, કિશનભાઈ રાઠોડ, હાજર રહ્યા હતા.

કેશોદમાં સરૈયા પરિવારની પુત્રીઅે પી.એચ.ડી.ની પદવી મેળવી
કેશોદ |કેશાેદ સ્થિત લલિતભાઇ એસ સરૈયા ની પુત્રી અવનીબેનેે ધ કમ્પેરેટિવ સ્ટડી ઓફ એન પીએ ઓફ સિલેક્ટેડ પબ્લિક સેક્ટર બેન્ક્સ એન્ડ પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ આેફ ઇન્ડિયા વિષયમાં ડાે શૈલેષ જે પરમારના માર્ગદર્શન હેઠળ મહાશાેધ નિબંધ રજૂ કરી સાૈરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકાેટ તરફથી ડીગ્રી પ્રાપ્ત કરી સરૈયા પરીવારનું ગાૈરવ વધારેલ છે. જે બદલ પરીવારે અભિનંદન પાઠવ્યા હતાં

વેરાવળમાં માર્ગ સલામતી સપ્તાહને લઇ ટ્રાફિકના નિયમો સમજાવ્યા
વેરાવળ | વેરાવળમાં 31 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.અને પોલીસ તેમજ આર.ટી.ઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત રેલી પણ યોજાઇ હતી. 6 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

માણાવદરમાં ઐતિહાસિક ઇમારતો, સ્થાપત્યના વારસાને ઉજાગર કરતા કેલેન્ડરનું વિમોચન થશે
માણાવદર |પુસ્તક પરબ માણાવદર તથા માણાવદર બિરાદરી દ્વારા માણાવદરની ઐતિહાસિક ઇમારતો તથા સ્થાપત્યના વારસાને ઉજાગર કરતું કેલેન્ડર 2020 નો વિમોચન સમારોહ 13 જાન્યુઆરી સોમવારે સાંજે 4 કલાકે પુસ્તક પરબ માણાવદર, મહાદેવિયા રોડ માણાવદર ખાતે યોજાશે. ઉપરાંત આ કેલેન્ડરમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકારો, કલાકારો તેમજ સંગીતકારોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ વિશિષ્ટ કેલેન્ડરના વિમોચન સમારોહમાં સાહિત્યપ્રેમી જનતાને લાભ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો