તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા હાઇવે ઉપર નિયમો પાળતા 1400 વાહનચાલકને કંકુતિલક કરાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
31માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.12.1.2020 ને રવિવાર ના રોજ ચોટીલાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિયમનનું સાચું પાલન કરીને નીકળતા 1400 જેટલા વાહનચાલકોને મહિલા પોલીસે કંકુ તિલક કરીને પોલીસ ટીમ દ્વારા ગુલાબના ફૂલો આપીને સન્માન કર્યા હતા. આ પ્રસંગે ચોટીલા પીઆઈ આર.જે.રામ, પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા, મહિલા પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ, ભાજપના હિતેન્દ્રસિંહ ચૌહાણ, નગરપાલિકા ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચર, ભાજપના શૈલેષભાઇ રાજવીર, કોંગ્રેસના રાધવભાઈ મેટાડીયા,અજયભાઇ સામન્ડ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દરેક વાહનચાલકોને પત્રિકાઓ આપી કારમાં સિટબેલ્ટ તેમજ તું વ્હીલર ચાલકોને હેલ્મેટ અને દરેક વાહનચાલકને નશો ન કરીને વાહનચલાવવા સહિતની સૂચનાઓ આપીને સમજણ આપી હતી.અને 2000 જેટલી પત્રિકાઓની વહેંચણી કરી હતી.

ચોટીલા પીઆઈ આર.જે.રામે જણાવ્યું કે, હાલનું નવું વર્ષ મંગલમય રીતે પસાર થાય તે માટે નશો ન કરીને વાહન ચલાવવું અને પરિવાર ઘરે ચાલકના આગમનની રાહ જોઈને બેઠો હોય છે તો તે બાબતની ચિંતા કરવી. તેમજ સીટબેલ્ટ બાંધવો તેમજ ટુ વ્હીલર ચાલકને પણ હેલ્મેટ પહેરી ને બાઇક ચલાવવું.

ચોટીલા મહિલા પોલીસે વાહનચાલકને કંકુ તિલક કરીને વધાવ્યા. તસવીર : વિક્રમસિંહ જાડેજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો