તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવા ગામે સીમ જંગલમાં બાવળો પાછળથી દારૂની 120 બોટલ ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા તાલુકાના જિવાની સીમમાં કિશનસિંહ ઝાલાની વાડી જંગલ પાસે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં કિશનસિંહ ઝાલાએ જંગલમાં બાવળની ઝાડની પાછળ રૂ. 36 હજારની કિંમતની વિદેશી દારૂની 120 બોટલો પોલીસે ઝડપી પાડી હતી. આ કાર્યવાહી ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવનીના માર્ગર્શન નીચે ખુમાનસિંહ ડોડીયા,મહીપાલસિહ, સાગરભાઈ અને સ્ટાફે કરી હતી. જ્યારે આ બનાવમાં કિશનસિંહ ઝાલા ભાગી જતા તેમની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લખતરના મફતિયાપરાનો યુવક 36 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો
લખતર પોલીસે શનિવારે બાતમીના આધારે તરમણીયા રોડ ઉપર પાણીની પરબ પાસેથી રૂ.3600ની કિંમતની વિદેશી દારૂની 36 બોટલો સાથે મફતિયાપરામાં રહેતાં પીન્ટુભાઈ કાનજીભાઈ સારોલાને ઝડપી લીધા હતા. તપાસ લખતર પોલીસનાં સાહિરખાન ચલાવી રહ્યા છે.

ચોટીલા-વાપીના દારૂના ગુનામાં ફરાર આરોપી સુરેઈની બજારમાંથી ઝડપાયો
ચોટીલા પીઆઈ આર.જે રામ, પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે ચોટીલા તેમજ વલસાડના વાપી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને સુરેઈમાં રહેતા પ્રદીપ ઉર્ફે પ્રફુલ જોરુભાઈ ખાચરને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો