Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલી કન્યા શાળા વિદ્યાલયની 12
ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલી કન્યા શાળા વિદ્યાલયની 12 દિકરીઓના ફોર્મ ઓનલાઇન શાળા આચાર્ય દ્રારા ભરાયા હતા. અને તેનુ રજીસ્ટ્રેશન થયુ હતું. ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ પરીક્ષા વખતે એડમીટ કાર્ડ ન નિકળતા રિસીપ ન હોવાના કારણે ઊના ખાતે આવેલ શાહ એચ ડી હાઇસ્કુલમાં નવદિપ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાની પરીક્ષામાં આ 12 દિકરીઓ એડમીટ કાર્ડ ન હોવાથી પરીક્ષા આપી શકેલ નહીં, પંદર દિવસ સુધી સતત આચાર્યએ બાળકોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી સખ્ત મહેનત કરી અને વાલીઓને ખોટા ખર્ચથી બચાવવા પોતે માનવતા ખાતર તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને ઓનલાઇન કરેલ અને ફોર્મ જનરેટ કર્યા બાદ તેની રિસીપ ઓપરેટ ન થતાં આ અંગે આચાર્યએ કોડીનાર આવેલી નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલનો પણ સંપર્ક કરવા છતાં આ તમામ પ્રકિયા પુના (મહારાષ્ટ્ર) ખાતેથી ઓપરેટ થતી હોય જેના કારણે ટેકનિકલ ખામીઓ દરવર્ષે સર્જાય છે. અને અનેક બાળકો એડમીટ કાર્ડ ન નિકળવાના અભાવે હોશિયાર ગરીબ બાળકો પરીક્ષાથી વંચિત રહેતા હોય અને મોટા માથાઓ આનો લાભ ઉઠાવી લેતા હોય છે.પહેલા ઓનલાઇન અને ઓફલાઇન બન્ને સીસ્ટમથી નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરાતા હોય જેના કારણે નાના વર્ગના બાળકો તેનો લાભ ઉઠાવી શક્તા હતા. પરંતુ હાલમાં તમામ પ્રકિયા ઓનલાઇન કરી દેતા તેમજ આ શાળામાં અભ્યાસ મેળવા માગતા બાળકોના પ્રવેશ અંગે સંખ્યાનો કોટો રાજકીય ચુંટાયેલા પ્રતિનીધીઓને ફાળવી દેતા મોટા ભાગના લાગવક ધરાવતા વાલીઓ આવા કોટાનો લાભ ઉઠાવી લેતા હોવાના કારણે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રો વંચિત રહી જાય છે.