Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણમાંથી 11 ડમ્પર, 1 ટ્રેલર સાથે રૂ.2 કરોડનો મુદ્દામાલ સીઝ
વઢવાણ પંથકમાં ખનીજચોરી અટકાવવા માટે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીએ મોડી રાત્રે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વઢવાણ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની ટીમે 11 ડમ્પર અને ટ્રેલર ઝડપી પાડયા હતા. આ ઉપરાંત રૂ. 2.05 કરોડનો મુદામાલ સીઝ કર્યો હતો.
વઢવાણ તાલુકામાં રેતી, પથ્થર વગેરે કિંમતી ખનીજ ચોરી થઇ રહ્યાની બૂમરાણો ઉઠી છે. અમુક રેતી માફિયાઓ ધૂળના ધંધા સરકારની તિજોરીને અલીગઢી તાળુ મારી રહ્યા છે. ત્યારે વઢવાણ ભોગાવાનદીમાં રેતી ચોરી કરીને ડમ્પરો અને ટ્રેલરો દ્વારા બહાર મોકલાતી હોવાની બૂમરાણો ઉઠી છે. આથી વઢવાણ પ્રાંત અધિકારી અનીલકુમાર ગોસ્વામી, વઢવાણ મામલતદાર ઘનશ્યામભાઈ બરોલીયા, હિતુભા ગોહિલ વગેરેની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં મેક્શન સર્કલ, ગેબનશાપીર સર્કલ, માળોદ રોડ, લીંબડી રોડ, નાના કેરાળા, મેમકા આસપાસ વોચ ગોઠવી હતી. જેમાં ખનીજનું વહન કરતા 11 ડમ્પરો ઝડપાયા હતા. જ્યારે એક ટ્રેલર પણ પકડાયુ હતું. આથી આ ટીમે રૂ. 2.05 કરોડનો મુદામાલ સીઝ કર્યો હતો. આ ઉપરાંત 11 ડ્રાઇવરો સહિતનો મુદામાલ પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યારે કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. આથી રેતીચોરી અને ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
કાર્યવાહીથી રેતીચોરો, અને ખનીજચોરોમાં ફફડાટ