તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોદાવરી સેવાસેતુમાં 1082 અરજીનો સ્થળ પર જ નિકાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં ગોદાવરી ગામે સેવાસેતુ કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસનાં આઠ જેટલા ગામનાં લોકો વિવિધ કામઅથેૅ આવ્યાં હતા જેમાં 1082 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા કેટલાક સમયથી ગ્રામ્યવિસ્તારનાં લોકોને ધર બેઠા વિવિધ સેવાનો લાભ મળે અને તાત્કાલિક કામગીરી થાય તે માટે સેવાસેતુ કાયૅક્રમ યોજવામાં આવેછે ત્યારે મૂળી તાલુકાનાં ગોદાવરી ગામે આસપાસનાં દિગસર દાણાવાડા શેખપર સહિત દશ જેટલા ગામનો સેવાસેતુ કાયૅક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી જન્મતારીખનાં દાખલા કાઢવા આધારકાડૅ . જાતિનાંદાખલા આવકાનાં દાખલા મેડીકલ સેવા સહિત 1082થી વધુ વિવિધ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકાવિકાસ અધિકારી ધિરેન સોનારા મામલતદાર હાર્દિક ડામોર નાયબ મામલતદાર મનુભા ખાચર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...