તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ રાણેકપર રોડ પરથી દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ રાણેકપર રોડ પર આવેલ હોટલ પાસે ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી. તે દરમીયાન પસાર થતી કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 26 બોટલ સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો હતો. આ દરોમાં દારૂ અને બોટલ સહિત 6.35 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

હળવદ પંથકમાં વધતા દારૂની બદીને અટકાવવા મોરબી એલસીબી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદ રાણેકપર રોડ પર આવેલ હોટલ પાછળ વોચ ગોઠવી હતી. તે દરમાયાન નિકળેલી કારને અટકાવીને તલાસી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી કુલ 26 બોટલો કિંમત રૂ.35,225 જથ્થો મળી આવતા દારૂ તથા કાર કિંમત રૂા.6 લાખ એમ કુલ મળીને રૂા.6,35,225ના મુદામાલ સાથે પોલીસે મૂળ સાપકડાના હાલ રાણેકપર રોડની વૃન્દાવનપાર્કના રહીશ જયેશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણાને દબોચી લઈને કાયેદસર ની કાયેવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહીમાં મોરબી એલસીબી એએસઆઇ હિતેન્દ્રસિંહ ચુડાસમા, નંદલાલ વરમોરા સહિત ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...