તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના નજીકનાં ભાડાસી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 1 નું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊના નજીકનાં ભાડાસી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અને કાજરડી ગામનાં યુવાનનું મોત થયું હતું. આ ઉપરાંત તડ પાસે રીક્ષા - બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 1 મહિલા સહિત 3 ને ઇજા પહોંચી હતી.

કાજરડી ગામે રહેતા બાબુભાઇ મેણશીભાઇ ચારણીયા બાઇક પર પોતાના ઘરે જતા હતા. ત્યારે ભાડાસી ગામ પાસે રસ્તા પર સામેથી આવતી કાર નં.જીજે- 1 -એચવી- 1462 પુરપાટ ઝડપી ચલાવી બાઇકને હડફેટે લીધુ હતું અને બાબુભાઇને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં 108 દ્વારા ઊના હોસ્પિટલે લઇ જવાયાં હતાં. જયાં સારવારમાં તેમનું મોત થયું હતું. જોકે કારચાલક કાર મુકી નાસી ગયો હતો. આ અંગે મૃતકનાં પુત્ર હિતેશભાઇએ ઊના પોલીસમાં કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જયારે અન્ય એક બનાવમાં ઊનાનાં તડ ગામ પાસે રીક્ષા - બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા હંસાબેન સોલંકી, વિજયભાઇ સોલંકી, સુનિલભાઇ સોલંકીને ઇજાઓ પહોંચતાં ઊના સિવીલમાં સારવાર અર્થે લઇ જવાયાં હતાં.

તડ પાસે રીક્ષા - બાઇકની ટક્કર, ત્રણ વ્યકિતને ઇજા થતાં સારવારમાં

રીક્ષા અને બાઇકની ટક્કરમાં મહિલાને ઇજા પહોંચી.

} જયેશ ગોંધીયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો