Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલામાંથી દારૂની બોટલો સાથે 1 શખસ ઝબ્બે, 1 ફરાર
જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસઅધિક્ષકની સૂચના મુજબ દારૂ અંગેની કાર્યવાહી કરાતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે ચોટીલા પોલીસને મળેલી બાતમીના આધારે મફતિયાપરામાં રહેણાંક મકાનમાંથી મફતિયાપરામાં રહેતા હિતેશભાઈ જયંતીભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. જયારે જયરાજભાઈ પૂંજભાઈ ગોવાળિયા નાસી છૂટ્યો હતો.આ રેડ દરમિયાન રૂ. 12000ની કિંમતની વિદેશી દારૂની 36 બોટલોના મુદામાલ જપ્ત કરાયો હતો. બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
રૂ. 12000નો મુદ્દામાલ જપ્ત કરાયો
લીંબડી : એલસીબી પી.આઈ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર.જાડેજા અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચુડાના ચચાણા ગામે સુખદેવસિંહ ઉર્ફે સુખુભા ટેમભા ઝાલાના ખેતરમાં દરોડો પાડતા કડબના ઓઘા નીચે સંતાડેલો 1320 બોટલો દારૂ સાથે 3,96,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ બુટલેગર ફરાર હતો.
ચુડાના ચચાણામાંથી 1320 બોટલ ઝડપાઈ