તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપળીથી ચોરેલા ડીઝલ અને ઓઇલના જથ્થા સાથે 1 પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતની ટીમેં બાતમીના આધારે પીપળી ગામે દરોડો પાડી એક શખ્સને ચોરી કરેલા ડિઝલ અને ઓઇલના જથ્થા સાથે પકડ્યો હતો. આ દરોડામાં પોલિસે 260 લિટર ડિઝલ અને 260 લિટર ઓઇલ મળી કુલ રૂ.23,800નો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના પીપળી ગામે મસ્જીદની બાજુમાં રહેતા ઇમરાનખાન નશીબખાન જતમલેકના રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડી બિલ વગરના ચોરી કરેલા ડિઝલ અને ઓઇલનો જથ્થો ઝબ્બે કર્યો હતો. સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, નરેન્દ્રસિંહ ચુડાસમા, સુરૂભા ગઢવી સહિતના પોલીસ સ્ટાફે આ દરોડામાં ડિઝલ ભરેલ બેરલ નંગ એક અને કેરબા નંગ 3 મળી કુલ ડિઝલ લિટર 260, કિંમત રૂ.18,200 અને ઓઇલ ભરેલ બેરલ નંગ એક અને કેરબા નંગ 2 મળી કુલ લિટર 260 મળી કુલ રૂ. 23,800ના મુદામાલ સાથે ઝબ્બે કરી બજાણા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એમ.કે.ઇસરાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો