જૂનાગઢનાં ગલીયાવડમાં ઊંટે બટકુ ભરી મહિ‌લાનો હાથ કાપી નાંખ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બપોરનાં સુમારે પાણી પાવા માટે છોડયોને કોણીએ કરડ્યો
૧૦૮નાં સ્ટાફે મહિ‌લાને અલગ હાથ સાથે સિવિલમાં ખસેડી
જૂનાગઢનાં ગલીયાવડ ગામે આજે બપોરનાં સુમારે મુસ્લિમ મહિ‌લા પાલતુ ઊંટને પાણી પાઇ રહ્યા હતા. દરમિયાન ઊંટે તેમની કોણી પર બટકુ ભરી લેતા હાથ નોંખો થઇ ગયો હતો. મહિ‌લાને અલગ હાથ સાથે ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે રહેતા હલીમાબેન આમદભાઇ સીડા (ઉ.વ.૬૦) આજે બપોરનાં સુમારે પોતાના પાલતુ પશુઓને પાણી પાઇ રહ્યા હતા. દરમિયાન હલીમાબેન પોતાના ઊંટને પણ પાણી પાવા માટે છોડયો હતો. ત્યારે અચાનક જ ઉશ્કેરાયેલા ઊંટે હલીમાબેનનાં જમણા હાથનાં બાવડા પર બટકુ ભરી લીધુ હતુ. ઊંટનાં તીક્ષ્ણ દાંત અને પુરી તાકાતથી ભરાયેલા બટકાને કારણે વૃદ્ધાનો હાથ કોણીથી અલગ પડી ગયો હતો.
આ અંગે ૧૦૮ને જાણ કરવામાં આવતા પાયલોટ ભૂપેન્દ્ર ગઢવી અને ડો.ચાંદની દવે તાત્કાલીક ગલીયાવડ ગામે પહોંચી ગયા હતા. હલીમાબેનને પ્રાથમિક સારવાર આપી અલગ થઇ ગયેલા હાથ સાથે જ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે ગલીયાવડ ગામમાં અચરજની લાગણી છવાઇ છે.
આગળ વાંચો મહિલાના હાથને ફ્રિઝરમાં રાખી રીફર કરાયો