તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળનાં ફરંગટા પાસે ટ્રક-રિક્ષાની ટક્કરમાં મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અન્ય નવ વ્યક્તિને ઇજા : બેની સ્થિતિ ગંભીર

માંગરોળ તાલુકાનાં ફરંગટા ગામ પાસે આજે સવારે ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નવ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જે પૈકી બેની હાલત ગંભીર જણાતા તેઓને જૂનાગઢ રફિર કરાયા છે. છકડો રિક્ષામાં સવાર તમામ લોકો શીલથી નગીચાણા મજૂરીકામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ શીલ ગામનાં દલિત પરિવારનાં નવ સભ્યો છકડોરિક્ષા નં. જીજે ૧૦ ટી-૧૩૩માં બેસી નગીચાણા ગામે ખેતમજૂરી અર્થે જઇ રહ્યા હતા. એ દરમિયાન સવારે ૮:૩૦ વાગ્યે કંગરાણાની વાડી નજીક ફરંગટા તરફથી આવી રહેલા ટ્રક નં. જીજે ૧૧-૯૬૧૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાની ઉપરનો લોખંડનો પાઇપ માથામાં વાગતા ભાનુબેન ભાણજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૭)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે રતનબેન રાણાભાઇ, નીમુબેન મોહનભાઇ, જીલુબેન ભગવાનભાઇ, વેજુબેન અરજણભાઇ, જયાબેન જાદવભાઇ, ગૌરીબેન ડાયાભાઇ તેમજ રીક્ષા ડ્રાઇવર ભરતગીરી ભીખનગીરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. બીજી બાજુ પ્રજ્ઞાબેન રામજીભાઇ વાઢેર તથા વર્ષાબેન ભરતભાઇ વાઘેલાને ગંભીર ઇજા હોયને તાત્કાલીક જૂનાગઢ રફિર કરાયા હતા. બનાવ અંગે હીરૂબેન ડાયાભાઇ વાઘેલાએ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પી.એસ.આઇ. જાડેજા ચલાવી રહ્યા છે.