લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ છતા હથિયારો જમા ન થયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હથિયાર જમા કરાવવામાં કોઇને રસ નથી
-
શહેરમાં ૪૪૮ માંથી માત્ર ૪૨ હથિયાર જમા થયા
- લોકસભાની ચૂંટણીને લઇને કલકેટરનું જાહેરનામું


લોકસભાની ચૂંટણીને લઇને જિલ્લામાં પરવાના વાળા હથિયાર જમા કરાવવાનું કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. ચૂંટણી જાહેર થયાને એક સપ્તાહ જેવો સમય થઇ ગયો છે. પરંતુ પરવાના વાળા હથિયાર જમા કરાવવામાં કોઇને રસ દેખાતો ન હોય તેમ જણાઇ રહ્યુ છે. જૂનાગઢમાં પરવાના વાળા ૪૪૮ હથિયાર છે. જેમાંથી માત્ર ૪૨ જ જમા થયા છે. હજુ ૪૦૬ લોકોએ પોતાનાં હથીયારો જમા કરાવ્યા નથી.

જૂનાગઢ જિલ્લામાં લોકસભાની સામાન્ય તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૩૦ એપ્રિલે યોજાનાર છે. જેની મતગણતરી તા. ૧૬ મેનાં થનાર છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પરવાના વાળા હથિયારો સંબંધિત પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ હુકમ કર્યો છે.

આગળ વાંચો વધુ કોણ રાખી શકે હથિયાર