આજે વિર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા : ભારે ઉત્સાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોરવાડથી ભાઈઓ માટે આદ્રીથી બહેનો માટે સ્પર્ધા
- કૌવત : મહારાષ્ટ્ર, દિલ્હી, વેસ્ટ બંગાળ, ઝારખંડ, કર્ણાટકમાંથી તરવૈયાઓ આવશે


અરબી સમુદ્રમાં યોજાતી હરીઓમ આશ્રમનાં પૂજ્ય મોટા પ્રેરીત ૨૮મી વીર સાવરકર અખીલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા આવતીકાલે તા.૧૨મી માર્ચનાં રોજ ભાઇઓ માટે ચોરવાડથી વેરાવળ બંદર ૨૧ નોટીકલ માઇલ જેમાં ૧૧ ભાઇઓએ ભાગ લીધેલ છે તેમજ બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર સુધી ૧૬ નોટીકલ માઇલની સ્પર્ધામાં ૯ બહેનો ભાગ લીધેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશનાં જુદા જુદા રાજ્યોમાંથી સ્પર્ધકો આવ્યા છે.

આજે સાંજે પત્રકારોને માહિ‌તી આપતા યુથ બોર્ડનાં સંજય પંડયા, જિલ્લા રમત ગમત અધિકારી થોરાટ તથા હરીઓમ આશ્રમનાં પ્રકાશભાઇ પટેલેએ જણાવેલ કે, સામાન્ય રીતે નક્ષત્ર (પંચાગ) આધારીત અને મેરીટાઇમ બોર્ડનાં પાઇટ ચાર્ડ જોઇ આ સ્પર્ધાની તારીખ નક્કી કરવામાં આવે છે જેમાં દરીયા કિનારો શાંત હોય તે ખાસ જોવામાં આવે છે અને સામાન્ય રીતે અગીયારસનાં દિવસે માછીમારો દરીયો ખેડવા ન જતા હોય તેથી આ દિવસ વધુ પસંદ કરવામાં આવતો હોય છે.

આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, દિલ્હી, વેસ્ટ બંગાલ, ઝારખંડ, કર્ણાટક, ગુજરાત સહિ‌તમાંથી અરજીઓ આવેલ જેમાં ૨૬ સ્પર્ધકોની પસંદગી કરાયેલ અને આજે સ્પર્ધાનાં આગલા દિવસે મેડીકલ ચેકઅપ કરવામાં આવતા ગુજરાતનાં ૭ અને મહારાષ્ટ્રનાં ૪ મળી ૧૧ ભાઇઓ તથા ગુજરાતની ૬ અને મહારાષ્ટ્રની ૩ મળી ૯ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલ છે જેમાં ભાઇઓની સ્પર્ધાને ચોરવાડ ખાતેથી આવતીકાલે સવારે સાત કલાકે તેમજ બહેનો આદ્રી ખાતેથી સવારે સાડા સાત કલાકે જિલ્લા કલેટર સી.પી.પટેલ તથા યુવાક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિનાં કમિશ્નર કે.ડી.કાપડીયા ઝંડી આપી તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવનાર છે.

વિશ્વની ૧૦૦ લોગ ડીસ્ટન્સ સી.સ્વીમીંગ સ્પર્ધા ભારતમાં બે યોજાય છે જેમાં એક ૮૧ કીમીની સ્વીમીંગ સ્પર્ધા જે મુર્શીદાબાદ કેનાલમાં થાય છે અને બીજી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા માત્ર દરીયામાં થાય છે.જેથી ભારતનતાં ઉત્કૃષ્ટ સ્વીમરો જ આ સ્પર્ધામાં હિ‌સ્સો લે છે અને આ સ્પર્ધાનાં માત્ર દરીયામાં થાય છે જેથી ભારતનાં ઉત્કૃષ્ટ સ્વીમરો જ આ સ્પર્ધામાં હિ‌સ્સો લઇ છે અને આ સ્પર્ધાનાં પ્રમાણપત્રોના આધારે ઇંગ્લીશ ચેનલની દરીયાઇ સ્પર્ધામાં ભાગ લેવા બેઇઝ માનવામાં આવતો હોવાનું જણાવેલ હતું.તેની સાથે ગનમેન, લાઇફ સેવીયર, મેનેજર સહિ‌તનાં સાથે રહે છે.