વેરાવળમાં 'એ’ રોડનાં કામનું આજે ચેકીંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભીડીયા વિસ્તારમાં રોડનું કામ નબળું થયાની ફરિયાદ થઈ હતી : પાલિકાના પદાધિકારી અને અરજદાર નગરસેવકોને તેડાવ્યા’તા

વેરાવળ નગર પાલિકાનાં ર્વોડનં. ૮, ૧૦ અને ૧૧માં રોડનાં કામનાં ભ્રષ્ટાચારની રજૂઆત કલેકટરમાં કરવામાં આવી હતી. જે અંગેની આજે સુનાવણી રાખવામાં આવી હતી . આવતી કાલે આ કામનાં નમુના લેવામાં આવશે તેમજ કામ ન કરવા અને બિલ ન ચૂકવા કલેકટરે આદેશ કર્યો હોવાને જાણવા મળ્યુ છે.

વેરાવળ શહેરના જૂદા- જૂદા વિસ્તારમાં રોડનાં કામ કરવામાં આવી રહયા છે. આ કામમાં ગેરરીતી થતી હોવાની ફરીયાદો ઉઠી હતી. રોડનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ કવામાં આવી હતી. પાલીકાનાં ર્વોડ નંબર ૮,૧૦ અને ૧૧માં થતા રોડનું કામ નબળુ થતા ભારે દેકારો બોલી ગયો હતો.પ્રથમ ર્વોડ નં. ૧૧નાં કામની ફોટોગ્રાફ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે આ કામ અટકાવી દેવામાં આવ્યુ હતુ.બાદ વેરાવળનાં ભિડીયા વિસ્તારનાં રોડનુ કામ નબળુ થતુ હોય વેપારીઓમાં પણ રોષ ફેલાયો હતો. અડધો દિવસ બંધ પાળી ઉગ્ર રજૂઆત કરી હતી. બાદ આ વિસ્તારની નાયબ કલેકટર , ચીફ ઓફીસર અને મ્યુ. ઇજનેરને સાથે રાખી કામી ખરાઇ કરવામાં આવી હતી. તપાસ દરમીયાનાં કામ નબળુ થતુ હોય કોન્ટ્રાકટરનુ પેમેન્ટ અટકાવવા પાલિકાને તાકીદ કરવામાં આવી હતી.

બાદ વેરાવળ પાલિકાની બજેટ માં પણ આ મુદો ગાજયો હતો. બજેટમાં વિપક્ષને સાંભળવામાં ન આવતા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અંગેની સુનાવણી આજે કલેકટર મનિષ ભારદ્વાજની અધ્યક્ષમાં રાખવામાં આવી હતી. આ સુનાવણીમાં ભાજપના ઉમેદવાર પિયુષ ફોફંડી, કોંગ્રેસનાં ઉમેદવાર હાજી અલ્તાફ ચોહાણ, સપાનાં ઉમેદવાર ઇકબાલ સીડા અને અમીનાબને ચોહાણ હાજર રહયા હતાં.આ અંગે ઇકબાલ સીડાએ જણાવ્યુ હતુ કે, આજે કલેકટરની હાજરીમાં સુનાવણી રાખવામાં આવી હતી. આ કામનાં નમુના લેવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

આવતીકાલ જૂનાગઢથી ઇજનેર આવશે અને કામનાં નમુના લેવામાં આવશે. તેમજ નમુના લીધા બાદ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. અને ગેરરીતી માલમ પડશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ત્યા સુધી કામ ન કરવા અને કોન્ટ્રાકટરને બિલ ન ચુકવવા પણ તાકીદ કરવામાં આવી છે.