શાકભાજીનાં ભાવમાં ૨પ ટકા વધારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવકમાં ઘટાડો અને લગ્નની સીઝનમાં માંગ વધતા સ્થિતી સર્જા‍ઇ

જૂનાગઢ શાક માર્કેટમાં શાકભાજીનાં ભાવ એકાએક આસમાને પહોંચી ગયા છે. ઊનાળાની કાળઝાળ ગરમીનાં કારણે શાક માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાવા ઉપરાંત લગ્ન ગાળો હોવાને કારણે માંગમાં ઉછાળો આવતા શાકભાજીનાં ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રપ ટકાથી વધુનો વધારો નોંધાતા ગૃહિ‌ણીઓનાં અને લગ્નનું આયોજન કરી બેઠેલા લોકોનાં બજેટ ખોળવાઇ ગયા છે.

જૂનાગઢ શહેરમાં શાકભાજીનાં ભાવમાં ત્રણ દિવસમાં અજગરતી તેજીનો માહોલ ઉભો થયો છે. તેમાં પણ લીલા શાકભાજીનાં ભાવ આશમાને પહોંચી જતાં નાના વેપારીઓ પણ શાકભાજીની ઓછી ખરીદીને ધંધો કરી રહ્યા છે. તેના કારણે આવકનું પ્રમાણ પણ ધટી જવા પામ્યુ છે. હાલ પાણીની અછતને કારણે શાકભાજીનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું છે. તો બીજી તરફ કાળઝાળ ગરમીને કારણે જે શાકભાજી હતુ તે નાશ થવાના આરે આવી ગયું છે. તેના કારણે ઉત્પાદન ઘટી ગયું છે.

પરિણામે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસોમાં લગ્નની સીઝન પણ પૂરબહારમાં ખીલી છે. તેને લઇ શાકભાજીની ખરીદી પણ વધી છે. પરિણામે શાકભાજીની આવકમાં ઘટાડો અને લગ્નની સીઝનમાં માંગ વધતા શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઇ લગ્નના આયોજકો અને ગૃહિ‌ણીનું બજેટ ખોળવાઇ ગયું છે.

ભાવ વધતા ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાયું

છેલ્લા ત્રણ દિવસમાં શાકભાજીનાં કિલાનાં ભાવમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો થયો છે. તેના કારણે લોકોને મીઠી લાગતી શાકભાજી એકાએક કડવી લાગવા માંડી છે. ભાવ વધી જતાં શાકભાજી ખરીદનારા ગ્રાહકોનુ પ્રમાણ પણ ઘટી જવા પામ્યુ છે.જયારે ગુહિ‌ણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ચોમાસામાં વધુ આવક ઘટશે

ખાસકરીને ઉનાળાની સિઝનમાં શાકભાજીનુ વાવેતર થતુ હોય છે. દુષ્કાળની સ્થિતીનાં કારણે ઉનાળુ શાકભાજીનુ વાવેતરમાં ઘટાડો આવશે. પરીણામે ચોમાસાની સિઝનમાં શાકભાજીનાં ભાવ વધવાની શકયતા છે.

શાકભાજીનાં ભાવ

શાકભાજી

૩ દિ’પહેલા

હાલ

રીંગણા

૩૦

૭૦

કારેલા

૩પ

૪૦

ભીંડા

૩પ

૪પ

ગુવાર

૨પ

૩૦

ટમેટા

૧પ

૪૦

ગલકા

૨૦

૩પ

તુરીયા

૨૦

૩પ