જૂનાગઢમાં અખાદ્ય વસ્તુઓનું બેરોકટોક વેંચાણ : તંત્ર ઉંઘમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-’ જન આરોગ્યને ધ્યાને લઇને અખાદ્ય વસ્તુઓનું ક્યારેય ચેકીંગ હાથ ધરાયું નથી
પાણીની બનાવટની વસ્તુઓમાં કેમીકલયુક્ત વસ્તુઓનું વેંચાણ શરૂ

ઊનાળામાં લોકો વધારે બિમાર પડતા હોય છે. ત્યારે ઊનાળો આવી ગયો હોવા છતાં તંત્રની નિષ્ક્રયતાને લીધે શહેરમાં જાહેર આરોગ્યને જોખમી, વાસી અને અખાદ્ય ખોરાકનું બેરોકટોક વેંચાણ થઇ રહ્યું છે. લોકોનાં જીવન સાથે ચેડાં કરતા આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.ઊનાળો આવતા જ પાણીની બનાવટોનું વેંચાણ પણ વધ્યું છે. જેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક તત્ત્વો સરેઆમ પાણીની બનાવટોનું વેંચાણ કરી રહ્યા છે. જેમાં પાણીનાં પાઉચ, ગોલા, કુલ્ફી, ઠંડાપીણા જેવી વસ્તુઓનું વેંચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે.

જ્યારે વાસી અને અખાદ્ય વસ્તુઓનું વેંચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અખાદ્ય વસ્તુઓને બંધ જાળીમાં રાખીને વેંચાણ કરવાને બદલે વસ્તુઓને ખુલ્લામાં રાખીને વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. અખાદ્ય વસ્તુ બનાવવા માટે નબળી કવોલિટીની વસ્તુઓનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મ્યુનિસીપલ કોર્પોરેશન તથા ફુડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે ક્યારેય ચેકીંગ હાથ ધરવામાં આવ્યું નથી.લોકોનાં જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવાને બદલે તંત્ર ઘોર નિંદ્રામાં લીન થઇ કોઇ કાર્યવાહી કરી રહ્યું ન હોવાથી આવી વસ્તુઓનું ચેકીંગ કરવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.

આગળ વાંચો વધુ વિગત