કોડીનારમાં બે રિક્ષાચાલકોએ ઝેરી દવા પીધી, હાલત ગંભીર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા બે મુસ્લિમ યુવાનો ઝેરી દવા પી જતાં ગંભીર સ્થિતીમાં વેરાવળની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે. આ બે યુવાનો પૈકી એક યુવાન ભાનમાં આવતા પોલીસે આ યુવાનનું નિવેદન લીધું હતું. જેમાં રીક્ષાનો ધંધો ચાલતો ન હોઇ કંટાળી જઇ ઝેરી દવા પી લીધાનું જણાવ્યું હતું.

આ બનાવની પ્રાપ્તવિગતો મુજબ કોડીનાર ખાતે જાનકરડા વિસ્તારમાં રહેતા મેમણ અસફાક જીકર સુરૈયા (ઉ.વ.૨૬) તથા જુના પ્લોટ વિસ્તારમાં રહેતા પટણી અલ્તાફ ભીખુભાઇ (ઉ.વ.૨૬) નામના બંને યુવાનોએ ઝેરી દવા પી લેતાં તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં બસ સ્ટેશન સામે આવેલ ઉવર્શી હોસ્પિટલના ડૉ.ગૌસ્વામીને ત્યાં અલ્તાફ પટણીને આજે સાંજે પ:૧પ કલાકે ખસેડાયો છે. જે આ લખાય છે ત્યારે બેભાન અવસ્થામાં છે. જ્યારે બીજા યુવાન મેમણ અસફાકને આજે આજે સાંજે પ:ર૦ કલાકે અરાધના ટોકીઝ પાસે આવેલ ડૉ.રામાવતને ત્યાં સારવારમાં ખસેડાયો હતો.

જ્યાં આ યુવાન સારવાર બાદ હોશમાં આવતા પીએસઆઇ રાઠોડને નિવેદનમાં જણાવેલ કે, કોડીનાર ખાતે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલ છે અને પાણી ઝાંપા પાસે અન્ય રીક્ષાવાળા પોતાની રીક્ષા રાખવા ન દેતા હોય અને રીક્ષાનો ધંધો ચાલતો ન હોવાથી કંટાળી જઇ રોગડ નામની ઝેરી દવા પી લીધેલ અને આ અંગેની જાણ અસ્ફાકના ભાઇ ઇમરાનને થતાં તાત્કાલિમક વેરાવળ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ હોવાનું જણાવેલ છે.