સુત્રાપાડામાં બે કોળી પરિવાર વચ્ચે મારામારી : ૯ ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા ખાતે સીમમાં રહેતા બે કોળી પરિવારો વચ્ચે જમીનની બાબતે આજે બોલાચાલી બાદ મારામારી સર્જા‍તા બંને પક્ષના મળી નવને ઇજાઓ સાથે સારવારમાં ખસેડેલ છે.
સુત્રાપાડા સીમ વિસ્તારમાં રહેતા કોળી ભગવાન રામભાઇ વાજા તથા કોળી મસરી કચરાભાઇ વાજાની વચ્ચે જમીનનો દિવાની કેસ ચાલી રહેલ હોય અને આજે આ જમીનમાંથી ચાલવાની બાબતે બંન્નેના પરિવારો વચ્ચે સવારે બોલાચાલી બાદ મારામારી સર્જા‍તા રમેશ ભગવાન વાજા, નાથીબેન ભગવાન વાજા, ભીખુ ભગવાન વાજા, જીવીબેન ભીખુ વાજા, જગદીશ લખમણ વાજા, રાજેશ મહિ‌પત વાજા, જશુબેન રમેશ સોલંકી, સુરેશ નાથા બારડ ને ઇજાઓ સાથે વેરાવળ હોસ્પીટલે ઇમરજન્સી સેવા ૧૦૮ના કંચન મોરી તથા વિપુલ ગોહેલ દ્વારા વેરાવળ સીવીલમાં સારવારમાં ખેસેડેલ હતાં.
ઉપરોકત બનાવ અંગે ભગવાન વાજાએ મસરી કચરા, લખમણ કચરા, જેસીંગ કચરા, સંજય ગોવિંદ, જીતુ ગોવિંદ, રાજેશ મહિ‌પત,પ્રદિપ ડાયા, મેહુલ મસરી, મોંઘીબેન મસરીની સામે તેમજ સામાપક્ષે મસરી વાજાએ ભગવાન રામ, ભીખુ ભગવાન, ભરત ભગવાન, રમેશ ભગવાન, રૂડા સરમણ, બચુ ભગવાન, વજુ બચુ, નાથીબેન ભગવાન, જીવીબેન ભીખુની સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.