દેલવાડામાં બે જનાજા નિકળતા મુસ્લિમ સમાજ શોકમગ્ન બન્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગઈકાલે અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા બંને મુસ્લિમ યુવાનોનાં મોત નિપજ્યા હતા : નાના એવા ગામમાં આ ઘટનાથી અરેરાટી છવાઈ

ન જાણ્યુ જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. આ ઉક્તી દેલવાડાનો મુસ્લિમ પરિવાર ક્યારેય નહી વિસરી શકે .ઊના દેલવાડા રોડ પર ગઇકાલે કારનાં હિટ એન્ડ રનમાં બે મુસ્લિમ યુવાનના ઘટના સ્થળે મોત નિપજતા આ પરિવાર પર જાણે કે આભ ફાટયુ હોય એવા કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. એક સમયે પિતાને કાંધ આપનાર બન્ને યુવાનોના જનાજાને ગઇકાલે તેમનાં પિતાઓએ કાંધ આપેલ ત્યારેઉપસ્થિત લોકોની આંખોમાંથી આંસુઓ વહી નિકળ્યા હતા. નાના એવા દેલવાડા ગામમાં શોકની લાગણી છવાય હતી.

ઊના નજીકનાં દેલવાડા ગામનાં બે મુસ્લિમ યુવાન શફી અબ્દેરેમાન તથા મહમદ શકીલ ઉમરમિયા નામનાં બન્ને જીગરજાન મિત્રો દેલવાડાથી ઊના તરફ બાઇક પર ડબલ સવારીમાં આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકર મારી ગોઝારો અકસ્માત સર્જતા બંનેનાં ઘટના સ્થળે મોત નિપજતા મુસ્લિમ સમાજ શોકમગ્ન બની ગયેલ હતો ઊના હોસ્પિટલે પીએમ થયા બાદ બન્ને યુવાનના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવેલ જ્યાં રાત્રીના ૯-૩૦ કલાકે બન્ને જીગરજાન મિત્રોના એક સાથે નિકળેલા જનાજામાં મુસ્લિમ સમાજના લોકો આગેવાનો તેમજ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય એ છે કે, દીવ અને ઊના વચ્ચે રસ્તા ઉપર જ દેલવાડા ગામ આવેલુ છે ત્યારે ફોર વ્હીલર કે ટુ વ્હીલર પુરઝડપે અને બે ફીકરાઈથી હંકારી નિદોર્ષોના જાન લઈ રહ્યા હોવાના બનાવોમાં વધારો થયો છે.