મેંદરડાનાં અમરાપુર (કાઠીના)માં જમીન વિવાદમાં ભાઇઓ બાખડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેંદરડા પોલીસમાં સામ-સામી નોંધાવી ફરિયાદ

મેંદરડાનાં અમરાપુર (કાઠીનાં) ગામે જમીન વિવાદ મુદ્દે ભાઇઓ વચ્ચે મારામારી થતાં સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દરમિયાન વડીલો પાર્જીત જમીનનો મુદ્દો ન્યાય તંત્રને દ્વારે પણ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડા તાલુકાનાં અમરાપુર (કાઠીનાં) ગામે રહેતાં ભાઇઓ વચ્ચે જમીન વિવાદ મુદ્દે બઘડાટી બોલી ગઇ હતી. ગામમાં રહેતાં દેવાભાઇ પુંજાભાઇ ખેર કારડીયા રાજપૂતે મેરામણ પુંજા, કાનજી પુંજા, નિલમ કાનજી સામે કુહાડી, લાકડી અને ધોકા વડે હૂમલો કરી જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે વેરાવળનાં વડોદરા(ડોડીયા) ગામે રહેતાં કાનજીભાઇ પુંજાભાઇ ખેરે દેવા પુંજા, ભરત દેવા, પ્રભાબેન દેવાભાઇ સામે કુહાડી, લાકડી અને દાંતરડાથી હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

વડિલો પાર્જીત ખેતીની જમીનનાં ભાગ અંગેનો કેસ ચાલતો હોય જેનાં મનદુ:ખમાં વિવાદ વધુ વકરતાં આ ભાઇઓ હિંસક મારામારી પર ઉતરી આવ્યા હતાં. મેંદરડા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી પીએસઆઇ જી.આર. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.