ફટાણા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગવદર પોલીસે ગઈકાલે મોડી રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા અને વિદેશી દારૂ અને બે કાર મળી કુલ રૂ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.બી. વાઘેલા સહિ‌તનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. એ દરમિયાન ફટાણા ગામ નજીકથી બે કાર પસાર થઈ રહી હતી તેને શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૬૬ બોટલ મળી આવી હતી. કારમાં રહેલા ફટાણા ગામના બાબુ રાજા ઓડેદરા અને ભાણવડના અરજણ ઉર્ફે નિલેશ નાથા છુછર નામના બે શખ્સોને ઝડપી , લીધા હતા.