તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે કાળી ચૌદશ : 'અગમ’નાં આરાધકોનું આ છે મહાપર્વ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇષ્ટની ઉપાસના અને મંત્રજાપ માટેનો શ્રેષ્ઠ સમય મધરાતે

કાળી ચૌદશ એટલે કાળરાત્રિ. દિવાળીનાં ચાર દિવસ દરમ્યાન આવતો આ દિવસ ધાર્મિ‌ક દૃષ્ટિએ સૌથી વધુ મહત્તા ધરાવે છે. આ દિવસે ઇષ્ટદેવની ઉપાસના, ગ્રહોનાં મંત્રજાપ, ષોડશોપચાર પૂજન, મંત્રજાપ, વગેરે માટે અગમનાં આરાધકો અગાઉથીજ તૈયારી કરે છે.

આજે કાળી ચૌદશનાં દિવસે લોકો તો 'કકળાટ’ કાઢવાની ધાર્મિ‌ક પરંપરા નિભાવશે જ. પરંતુ સાધકો માટે આ સમય 'સુવર્ણ’ સમાન છે. કાળ રાત્રિનાં પુણ્યકાળ દરમ્યાન જપ-તપ કે મંત્ર સાધના કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તેમાંય ગિરનારી ભૂમિમાં જો પોતાનાં ઇષ્ટની ઉપાસના કરવામાં આવે તો સાધકને ઘણીવાર વિવિધ પ્રકારની 'અનુભૂતિ’ પણ થતી હોય છે. અહીંના સ્મશાનમાં આરાધના કરનારા પણ ઓછા નથી હોતા. પોતે જે ઇચ્છા ધરાવતા હોય તેના માટે સંલગ્ન પૂજાવિધી, મંત્રજાપ માટે કાળ રાત્રિનો પુણ્યકાળ સર્વોત્તમ ગણાય

. જોકે, આ માટે કોઇ જાણકાર કે પોતાનાં ગ્રહોને અનુકૂળ ઉપાસના કરવી હિ‌તાવહ છે. સામાન્ય રીતે હનુમાન ચાલીસાનાં ૧૧, ૨૧, પ૧ કે ૧૦૧ પાઠ કરવાનું સામાન્ય માનવી માટે હિ‌તાવહ છે. જોકે, જ્યોતિષી કે ગુરુનાં આદેશ મુજબની ઉપાસના તો સર્વશ્રેષ્ઠ ફળ આપે જ છે. પરંતુ કાળ રાત્રિનો મહત્તમ લાભ લેવા જેવો ખરો. કારણકે, કાળ રાત્રિનાં 'વાઇબ્રેશન્સ’ જ કંઇક અનોખા અને પાવરફૂલ હોય છે. જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલી ધાર્મિ‌ક જગ્યામાં ઘણાં સાધકો પોતપોતાનાં ઇષ્ટનો પાઠ કરતા જોવા મળી જાય.