જૂનાગઢ નજીકથી ત્રણ વર્ષનાં સિંહનો મૃતદેહ મળ્યો, અનેક તર્કવિતર્ક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: સિંહ મૃત હાલતમાં મળી આવ્યો હતો)
- ઇનફાઇટમાં મોત થયાનુ પ્રાથમીક તારણ, શરીરનાં ભાગે ચાર દાંતનાં નિશાન

જૂનાગઢ: જૂનાગઢનાં કાથરોટાથી ઇસાપુર વચ્ચે આવેલી ઘોઘમ નદીનાં પુલ નીચે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ત્રણ વર્ષનાં સિંહનાં આગળનાં પગથી ઉપરનાં ભાગે ચાર રાક્ષસી દાતનાં નિશાન હોવાનું મળી આવ્યું હતું. સિંહનુ મોત ઇનફાઇટમાં થયુ હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. હાલ તો સિંહનો મૃતદેહ પીએમ માટે સક્કરબાગમાં ખસેડવામાં આવ્યો છે.
સિંહનાં મૃત્યુનાં બનાવ વધી રહ્યા છે ત્યારે જૂનાગઢનાં ગિરનાર જંગલનાં વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી ગઇ છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ નજીકનાં કાથરોટથી ઇસાપુર ગામ નવાનાં રસ્તા વચ્ચે આવતા ઘોઘમ નદીનાં પુલ નીચેથી આજે એક નર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ વન વિભાગને થતા ઉતર ડુંગર રેન્જનાં આરએફઓ કનેરીયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ અંગે આરએફઓ કનેરીયાએ જણાવ્યુ હતુ કે,પુલ નીચેથી ત્રણ વર્ષની ઉમરોનાં નર સિંહનો મૃતદેહ મળ્યો છે. હજુ સિંહનાં મોતનુ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી પરંતુ સિંહનાં આગળનાં પગથી ઉપરનાં ભાગે રાક્ષસી દાંતનાં ચાર નિશાન છે, આથી ઇનફાઇટમાં સિંહનુ મોત થયું હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે.
આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો નખ અને દાત સલામત
(તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ)