• Gujarati News
  • This Is The Time Of Pen, Not The Sword: Dysp Vaghela

આ સમય કલમનો છે, તલવારનો નહીં : ડીવાયએસપી વાઘેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સન્માનનો અવસર : ૧૪૧ મુસ્લિમ છાત્રાને પુરસ્કૃત કર્યા

માંગરોળમાં સમગ્ર મુસ્લિમ એજયુકેશન સમિતી દ્વારા મુસ્લિમ છાત્રોનો સન્માન સમારંભ યોજાયો
''આજનો સમય કલમનો છે, તલવારનો નહીં તલવાર કાઢવા જઇએ તો સાબરમતી જેલમાં જવું પડે.’’ ઘી ઘાંચી એજયુ. ટ્રસ્ટ સંચાલિત સમગ્ર મુસ્લિમ એજયુ. સમિતિ દ્વારા માંગરોળની એમ.એમ.ઇ.ડબલ્યુ. હાઇસ્કુલ ખાતે યોજાયેલા તેજસ્વી મુસ્લિમ વિધાર્થીઓના સન્માન સમારોહ પ્રસંગે ડીવાયએસપી વાઘેલાએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ સ્ત્રી શિક્ષણ પર ભાર મુકતા કહયું હતું કે આજે આ મંચ પર બે જ બહેનો છે. ભવિષ્યમાં ૮૦ ટકા બહેનો
હોવી જોઇએ.

આ સમારંભમાં ધો.૧૦ થી લઇને બી.એડ., એમ.એડ., પીએચડી સુધીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં ઉજ્જવળ દેખાવ કરનાર ૧૪૧ વિધાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતાં. સમારંભમાં ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેલા ગાંધીનગર સચિવાલયના અન્ડર સેક્રેટરી મો.હુસેન ખુમારે કહયું હતું કે સરકાર શિક્ષણ વિષે કાળજી લે જ છે. પરંતુ આપણા ઇરાદાની જરૂર છે. વધુમાં શિક્ષણ વિષે જે કાંઇ મંજૂરીની જરુર હોય તે પુરી પાડવાની સરકારના ઉપસચિવ તરીકે ખાત્રી આપી હતી. માંગરોળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ઝણકાટે પોતાનો વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે, સન્માન ફકત શિક્ષણના હેતુ થી જ નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં સિધ્ધિ મેળવનારનું પણ થવું જોઇએ.

ઘાંચી સમાજના પ્રમુખ યુસુફભાઇ પટેલે શિક્ષણના ખાનગીકરણ પ્રત્યે દુ:ખ વ્યકત કરતા કહયું હતું કે શિક્ષણના ખાનગીકરણથી ગરીબને મુશ્કેલી સર્જા‍ય છે. આગામી દિવસોમાં સમાજની દિકરીઓ માટે તેઓએ મુસ્લિમ હાઇસ્કુલ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત એમ.એમ.ઇ.ડબલ્યુ. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ રાબીયાબેન આરબે વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા અનુરોધ કર્યો હતો. સમારંભમાં ઉપસ્થિત લોકહિ‌ત પ્રકાશનના ઉ.પ્ર.સોહેલ તિરમિઝી, કચ્છના નાયબ કલેકટર યુસુફ એમ. કરૂડ સહિ‌તના પણ શિક્ષણ વિષે પ્રેરક પ્રવચન આપ્યું હતું.

હિ‌ન્દુ - મુસ્લિમ બંને છાત્રો સન્માનિત થાય તેવી આશ

સમારંભના મુખ્ય પ્રવકતા તરીકે ઉપસ્થિત રહેલા પૂનાના પ્રોફેસર ડો.અનીશાબેન ચોરવાડવાલાએ જણાવ્યું હતું કે શિક્ષણ માટે આજે એક પ્રથા ઉભી કરવાની જરૂર છે. છોકરાઓએ શિક્ષણ છોકરી સાથે જ લગ્ન કરવાનો આગ્રહ રાખવો જોઇએ. જેથી આપોઆપ વાલીઓ જાગૃત થઇ દિકરીઓને ભણાવશે તેમણે વધુમં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં એકતા સાથે એવું કામ કરો કે, હું ૧૦ વર્ષ પછી ફરી અહીં આવું ત્યારે હિ‌ન્દુ- મુસ્લિમ બંને સમાજના વિધાર્થીઓ સન્માનિત થાય.