તાલાલામાં 1.55 લાખની ચોરી, બંધ મકાનમાં તસ્કરો કળા કરી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તરખાટ| દિવાળીની ખરીદી કરવા દંપતિ બજારમાં ગયું અને બંધ મકાનમાં તસ્કરો કળા કરી ગયા

તાલાલા: તાલાલા શહેરમાં મુખ્ય વિસ્તારમાં ભર બપોરે બંધ મકાનનો દરવાજો તોડી તીજોરીમાંથી 7 તોલા સોનું, 20 હજારની રોકડ મળી રૂા.1.55 લાખની મત્તા તસ્કરો સાફ કરી જતાં તસ્કરીનો ફફડાટ સર્જાયો છે. આ અંગેની મળતી વિગત મુજબ તાલાલાનાં ગોકુલનગરમાં આવેલ મહેશભાઇ બાવનજીભાઇ રાબડીયા પટેલ (ઉ.વ.28) ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યાનાં સુમારે દિવાળીનાં તહેવારની ખરીદી માટે તેમના પત્ની રેખાબેનને બહારગામ જવુ હોય મોટરસાયકલ ઉપર પત્નીને બસ સ્ટેશન ખાતે બસમાં બેસાડવા ગયેલ. બસ મોડી આવતા મહેશભાઇએ તેમના ભાણેજને બસ સ્ટેશને બોલાવી પોતે દુકાને ચાલ્યા ગયેલ.

બપોરે ત્રણ વાગ્યે મહેશભાઇને તેમના બહેન કૈલાશબેનનો ફોન આવેલ કે તમારા ઘરની ડેલીએ તાળુ છે અને રૂમનો દરવાજો ખૂલ્લો હોય ઝડપથી ઘરે આવવા જણાવતા મહેશભાઇ ઘરે પહોંચેલ અને તપાસ કરતા બેડરૂમમાં લોખંડનાં કબાટનો દરવાજો ખોલી તીજોરીમાં રાખેલ સોનાનો ચેન-પેંડલ સેટ ચેન, પાટલા જોડી એક સાથે વીસ હજારની રોકડ મળી કુલ એક લાખ પંચાવન હજારનાં માલમતા સ્કરો ઉઠાવી ગયેલ બનાવ અંગે તાલાલા તાલાલા પોલીસને જાણ કરતા પીએસઆઇ વી.એમ.ખુમાણ, રાઇટર ઇકબાલભાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ. ચોરી થયેલ સ્થળનું નિરીક્ષણ કરી તપાસમાં એફએસએલ ઉપરાંત ડોગ સ્કવોડને બોલાવેલ તાલાલમાં ધોળા દિએ થયેલ ચોરી ચર્ચાનો વિષય બની છે.

જાણભેદુ હોવાની પોલીસને આશંકા

પટેલ પરિવારનાં બેડરૂમનાં કબાટની તીજોરી ખોલી થયેલ ચોરી અંગે પોલીસની પ્રાથમીક તપાસમાં જાણભેદુની આશંકા સેવાઈ રહી છે અને ચાવી પરિવારનાં સદસ્યો ક્યાં રાખતા હોય તે જાણભેદુ જ જાણી શકે.