૭પ૩૨ માંથી પ૯૮૩ છાત્રોએ આપી ટાટની સ્પર્ધાત્મક પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૭પ૩૨ માંથી પ૯૮૩ છાત્રોએ આપી ટાટની સ્પર્ધાત્મક પરીક્ષા
- શહેરમાં ૨૭ સ્થળે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઇ

ઉચ્ચતર માધ્યમીક શિક્ષકની લાયકાત માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી આજે લેવામાં આવી હતી. જૂનાગઢ અને ગિર- સોમનાથ જિલ્લાનાં ઉમેદવારોની જૂનાગઢમાં પરિક્ષા લેવાઇ હતી. સવારથી શાંતિ પૂર્ણ માહોલમાં પરિક્ષાનો પ્રારંભ થયો હતો. સોરઠમાં કુલ ૭પ૩૨ ઉમેદવારમાંથી પ૯૮૩ ઉમેદવાર હાજર રહ્યા હતા. જયારે ૧પ૪૯ ગેરહાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા પૂર્ણ થઇ હતી. તેમજ જનરલ પેપર સરળ રહ્યુ હતુ. જયારે વિષયનાં પેપર મધ્યમ રહ્યા હતા.

જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાની આજે ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. જૂનાગઢનાં ૨૭ પરીક્ષા સ્થળ પર પરીક્ષા લેવાઇ હતી. ટાટની પરીક્ષાને લઇને સવારથી જૂનાગઢમાં ઉમદવારો પહીંચી ગયા હતા અને પરીક્ષા સ્થળ પર હાજર થઇ ગયા હતા. સોરઠમાં કુલ ૭પ૩૨ ઉમેદવારમાંથી પ૯૮૩ ઉમેદવારએ પરીક્ષા આપી હતી અને ૧પ૪૯ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં કોઇ ગેરરીતે ન થયા તે માટે ગાંધીનગરની ટીમે ઉમેદવારો પર નજર રાખી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા પૂર્ણ થઇ હતી.

કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો તેમ જિલ્લા શિક્ષણાધિકારી દાસાએ જણાવ્યુ હતુ. બપોરના સમયે કેટલાક પરીક્ષાર્થીઓ મોડા આવતા તેઓને પરીક્ષા ખંડમા બેસવા ન દેવાતા થોડીવાર માટે દેકારો મચ્યો હતો અને પરીક્ષાર્થીઓએ આવી નિતી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એ સિવાય શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઇ હતી.

રવિવારનાં પ લાખ કરતા વધુની આવક થઇ

ટાટની પરીક્ષાને લઇને સોરઠભરનાં ઉમેદવાર જૂનાગઢ આવ્યા હતા. દિવસભર ચાલેલી પરીક્ષાનાં કારણે ઠંડાપીણા, ખાણીપીણીની લારીએ ટ્રાફીક જોવા મળ્યો હતો. શહેરમાં રજાનાં દિવસે પણ વેપારીઓને લાભ થયો હતો. એક દિવસમાં પ લાખથી વધુની કમાણી વેપારીઓને થઇ હતી.

મોડા પડેલા ઉમેદવારને પરીક્ષામાં બેસવા ન દીધા

ટાટની પરીક્ષા સવારનાં ૧૧ વાગ્યે પ્રારંભ થયો હતો. પરંતુ સોરઠભરમાંથી ઉમેદવાર આવ્યા હોય કેટલાક ઉમેદાર મોડા પહોચ્યા હતા. જેને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. અમુક જગ્યાએ બાદમાં વિદ્યાર્થીઓને બેસવા દેવાયા હતા. જ્યારે અમુક કેન્દ્રો પર પરીક્ષા ખ્ેાંંડમાં બેસવા ન દેવાતા કેટલાક વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જનરલ પેપરમાં અમુક સવાલો બહુ સરળ

જનરલ પેપરમાં કેટલાક સવાલો હાઇસ્કૂલ કક્ષાના વિદ્યાર્થીઓ જવાબ આપી શકે એ પ્રકારના સરળ સવાલો પુછાયા હતા. જેમાં એક સવાલ એવો હતો કે, બિલાડી પ્રજાતિનું મોટુ પ્રાણી કયુ આ ઉપરાંત બીજા સવાલો પણ સરળ રહ્યા હતા.

માર્ગો પર ટ્રાફીક

આજે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જૂનાગઢમાં પરીક્ષા આપવા આવ્યા હોય જેને લઇને માર્ગો પર ખાસ કરીને મોતીબાગ, સરદારબાગ સહિ‌તના વિસ્તારોમાં ભારે ટ્રાફીક રહ્યો હતો.