જૂનાગઢ : આજે કરશું અવશ્ય મતદાન , ગણેશજી સમક્ષ સંકલ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પોલીસ અને દિવ્ય ભાસ્કરનાં મતદાર જાગૃતિ અભિયાનનાં ભાગરૂપે આજે સાંજે શહેરનાં જીઆઇડીસીમાં આવેલા ઇગલ ગણેશ મંદિરે ઉપસ્થિત ભાવિકોને મતદાન અચૂકપણે કરવાનો સંકલ્પ લેવડાવાયો હતો. આ તકે એ ડિવીઝનનાં પીઆઇ દિનેશસિંહ ચૌહાણ, પીએસઆઇ પરમાર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પીઆઇ ચૌહાણે આ તકે ઉપસ્થિત લોકોને એવી અપીલ કરી હતી કે કોઇપણ પ્રકારનાં ભય વિના મતદાન અચૂકપણે કરી લોકશાહીને સુદૃઢ બનાવવાનાં આ મહાયજ્ઞમાં પોતાની આહૂતિ અચૂકપણે આપજો. જો તેમાં કોઇ અડચણ હોય તો ગમે ત્યારે પોલીસનો સંપર્ક સાધવા પણ તેમણે જણાવ્યું હતું.

- મેહુલ ચોટલીયા