જૂનાગઢ: સ્વીફ્ટનાં ચાલકે ધોકો ઝીંકી અલ્ટોનાં કાચ તોડી નાંખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઝાંઝરડા રોડ પર સ્કુટી અને કાર સાથે અકસ્માત સર્જયા બાદ
- પોલીસ સ્થળ પર પહોંચી પણ મોડી રાત સુધી ફરીયાદ નોંધાઇ નહીં

જૂનાગઢ: જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પ્લેક્ષ પાસ આજે સાંજનાં અરસામાં પસાર થતી એક કારનાં ચાલકે પહેલા પહેલા સ્કુટી પર જતી મહિ‌લા અને ત્યારબાદ એક પાર્કિંગ કરેલી કાર સાથે અકસ્માત સજ્ર્યો હતો. આથી કાર ઉભી રહી ગઇ હતી. બન્ને કાર વચ્ચે અકસ્માત થતાં તેનાં ચાલકો બાખડી પડયા હતા. જેમાં પાર્કિંગ થયેલી કારનાં ઉશ્કેરાયેલા ચાલકે ધોકો કાઢી અકસ્માત સર્જનાર કારનાં કાચ ફોડી નાખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.

શહેરનાં ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પ્લેક્ષ પાસેનાં રોડ પરથી આજે સાંજનાં અરસામાં જીજે ૧૧ એસ ૨૪૭૭ નંબરની અલ્ટો કાર પસાર થઇ હતી. અલ્ટોની આગળ એક મહિ‌લા સ્કુટી લઇને જઇ રહી હતી. અલ્ટો કારનાં ચાલકે પુર ઝડપે આવી મહિ‌લાને હડફેટે લીધી હતી. ત્યારબાદ અલ્ટોનાં ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડ પર પાર્ક કરેલી સ્વીફટ કારને ટક્કર મારી હતી. અકસ્માત સર્જા‍યા બાદ અલ્ટો ઉભી રહી ગઇ હતી. આ બનાવને પગલે અલ્ટો કારનાં ચાલક અને સ્વિફટ કારનાં ચાલક સામસામે આવી ગયા હતા. વાતાવરણ ઉગ્ર બનતા સ્વિફટનાં ચાલકે કારમાંથી લાકડાનો ધોકો કાઢી અલ્ટો કારનાં પાછલા કાચ ફોડી નાંખ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને સ્થિતીને કાબુમાં લીધી હતી.