આદીવાસી સમાજનાં રમતવીરો રાજયકક્ષાની સ્પર્ધામાં અવ્વલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તાલાલા તાલુકાનાં જાંબુર (ગીર)નાં ગૌરવ સમા યુવકો પર અભિનંદનની વર્ષા
-
કૌવત : ૪૦૦મી દોડ,ગોળા ફેંકમાં ગીરનું હિ‌ર ઝળક્યું

ગુજરાત એથ્લેટીકસ એસો. દ્વારા ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજવામાં આવેલી ૪૦૦ મીટર દોડની રાજયકક્ષાની સ્ર્પધામાં જાંબુરનાં સીદી આદીવાસી સમાજનાં યુવક એજાઝ એહમદ હરજાદાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીતેલ. જયારે જાંબુરનાં જ અઝરૂદીન બગસભાઇ મકવાણાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સીલ્વર મેડલ મેળવેલ. તેમજ ગોળાફેંકની રાજય કક્ષાની સ્ર્પધામાં પણ જાંબુરનાં પરવર સાલમભાઇ મજગુલએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.

જાંબુર(ગીર)નાં સીદી આદીવાસી યુવકોએ રાજય કક્ષાની રમત સ્ર્પધામાં અગ્રતાક્રમ મેળવી ઉચ્ચ દેખાવો કરી સીદી સમાજ સાથે ગીરનું ગૌરવ વધાર્યુ હોય. જાંબુર ગામનાં ગૌરવ સમાન યુવકોને સરપંચ ભીમશીભાઇ બારડ, આદીવાસી અગ્રણી અબ્દુલભાઇ મજગુલ, તાલુકા ભાજપ મીડીયા સેલનાં સહ કન્વીનર સંદીપ સૂચક, અગ્રણી સોમનાથસીંહ ક્ષત્રિય સહિ‌ત માધુપુર- જાંબુરનાં યુવકો દેખાવ કરનારા યુવાનોને શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતાં. ઉલ્લેખનીય એ છે કે, ગીરપંથકનાં યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતમાં ઝળકે છે.

આગળ જુઓ વધુ તસવીરો