તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી.ને દિવાળી ફળી : છ દિવસમાં ૨ કરોડની આવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તહેવારો પર એસટી સહિ‌ત ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને બખ્ખા
- હજુ પ૦ એકસ્ટ્રા બસ પરિક્રમા સુધી દોડાવાશે


જૂનાગઢ એસટી ડિવીઝનને જાણે દિવાળી મીની વેકેશન લાભદાયી નિવડયું છે. માત્ર ૬ જ દિવસમાં બે કરોડ જેવી મોટી રકમની કમાણી કરી લીધી છે. જ્યારે હજુ પણ આગામી ૧૩ મી નવેમ્બરથી શરૂ થતી લીલી પરિક્રમા સુધી એકસ્ટ્રા બસ સેવા શરૂ રાખવામાં આવી છે. જેથી સોરઠની મુલાકાતે તથા પરિક્રમામાં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે.

દિવાળીનાં મીની વેકેશન સહિ‌તની રજાઓમાં ફરવા માટે ફેવરીટ ગણાતા સોરઠમાં આ વર્ષ મોટી સંખ્યામાં લોકો પ્રકાશ પર્વ ઉજવવા આવી પહોંચ્યા છે. જેના કારણે એસટી સહિ‌ત ખાનગી ટ્રાવેલ્સ ચાલકોને મોટા પ્રમાણમાં ધનવર્ષા થઇ રહી છે. માત્ર ૬ જ દિવસમાં જૂનાગઢ એસટી ડિવીઝનને ર કરોડનું હુંડીયામણ દિવાળીનાં તહેવારે રળી આપ્યું છે. જૂનાગઢ એસટી ડિવીઝનનાં અન્ડરમાં જૂનાગઢ, જેતપુર, વેરાવળ, પોરબંદર, કેશોદ, ધોરાજી સહિ‌ત ૯ ડેપો આવે છે. જેમાં સૌથી વધારે જૂનાગઢ અને વેરાવળ ડેપોમાંથી આવક થઇ છે. જ્યારે એસટીને એકસ્ટ્રા પ૦ બસ દોડાવવાનો નિર્ણય પણ ફળદાયી નિવડયો છે. આ એકસ્ટ્રા પ૦ બસ હજુ આગામી લીલી પરિક્રમા સુધી ચાલુ રાખવામં આવનારી છે. જેથી પરિક્રમાર્થીઓ તથા પ્રવાસીઓને કોઇપણ મુશ્કેલી ન ભોગવવી પડે.

ભાઇબીજનાં દિવસે ૪પ લાખથી આવક
જૂનાગઢ એસટીને દિવાળી ફળદાય નિવડી છે અને એમાય ભાઇબીજનાં દિવસે માત્ર એક જ દિવસમાં જૂનાગઢ એસટીને ૪પ લાખની રેર્કોડબ્રેક આવક થઇ છે. એમ વિભાગીય નિયામક સોલંકીએ જણાવ્યું હતું.

ખાનગી વાહન ચાલકોને પણ બખ્ખા
એસટી સાથે દિવાળી ખાનગી ટ્રાવેલ્સ ચાલકો સહિ‌તનાને ફળી છે. ખાનગી ટ્રાવેલ્સમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યારે ટેકસી ચાલકો પણ પ્રવાસીઓને લઇ ઉપડી પડયા છે. જ્યારે અમુક જગ્યાએ ખુલ્લી લૂટ પણ પેસેન્જરો પાસેથી ચલાવાઇ રહી છે.