• Gujarati News
  • Sorath Bhajapanam Was Appointed As The Former President In Charge

સોરઠમાં ભાજપનાં બે પૂર્વ પ્રમુખ પ્રભારી તરીકે નિમાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જુનાગઢનાં જીતુ હિરપરા અમરેલીના પ્રભારી

પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી હોય તેમ જિલ્લાના પ્રભારીની નિમણૂંકની યાદી જાહેર કરી છે જેમાં જુનાગઢ જિલ્લા ભાજપનાં બે પૂર્વ પ્રમુખ અને જુનાગઢ શહેર ભાજપ પૂર્વ પ્રમુખને અન્ય જિલ્લામાં પ્રભારી તરીકે મૂક્યા છે.

જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ માધાભાઈ બોરીચા અને ઝવેરીભાઈ ઠકરારને સુરેન્દ્રનગર જિલ્લાના અને જુનાગઢ શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ હિરપરાને નિતીનભારદ્રવાજ સાથે અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી તરીકે વરણી કરતા સ્થાનિક અને જિલ્લામાં ભાજપનાં કાર્યકરોએ આ વરણીને વધાવી છે.