તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોક સભામાં આવેલા મોદીએ ગાર્ડ ઓફ ઓર્નર ન લીધું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી બહુગુણા રાહત-બચાવ કામગિરી નીહાળવા જ્યાં ગયા ત્યાં બધે ગાર્ડ ઓફ ઓનર લીધું

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘માઠા’ પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. આથી તેમણે કોઇપણ જાતનાં સરકારી માન સન્માન કે પ્રોટોકોલ મેળવવાની પરવા નહોતી કરી. ત્યાં સુધી કે તેમણે ક્યાંય પણ ગાર્ડ ઓફ ઓનર પણ નહોતું લીધું.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ હેલિકોપ્ટરમાં ઉતર્યા. ત્યાંથી તેઓ અક્ષર મંદિરે ભાવનાબેન ચીખલીયાની શોકસભામાં ગયા. ત્યાંથી પાછા હેલિપેડ થઇ પરત ફર્યા. આ દરમ્યાન એક પણ સ્થળે તેમણે ગાર્ડ ઓફ ઓનર લીધું નહોતું. માઠા પ્રસંગને લઇને તેમણે પ્રોટોકોલ અધિકારીને આ માટે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો.

આગળ વાંચો : નરેન્દ્ર મોદીએ અગાઉથીજ ગાર્ડ ઓફ ઓનર લેવાની ના પાડી દીધી હતી