તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠનાં શિવાલયોમાં હર હર મહાદેવનો જયઘોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાપર્વનો મહિ‌મા : શિવાલયોમાં મહાદેવને અનોખો શણગાર, ભાંગની પ્રસાદી, મહાપૂજા સહિ‌તનાં કાર્યક્રમોમાં શ્રધ્ધાળુઓ ઉમટયાં
- ઊના,વંથલી, કેશોદ સહિ‌ત નગરોમાં શિવજીની શોભાયાત્રા : દિપમાળા અને મહાપૂજાનો ધમધમાટ


શિવભક્તિની આરાધનાનાં મહાપર્વ એવા મહાશિવરાત્રીના પર્વની આજે સોરઠમાં ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. આ પ્રસંગે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં હરહર મહાદેવનાં જયઘોષથી શિવાલયો ગુજ્યાં હતા. જ્યારે મહાદેવજીને વિશેષ પૂજા,મહાઆરતી,અભિષેક સહિ‌ત ધાર્મિ‌ક કાર્યક્રમો દિવસભર અને આખી રાત ચાલ્યા હતા. જ્યારે મધ્યગીરમાં આવેલા શિવાલયોમાં તો શિવભક્તો સવાર થી જ પહોચ્યા હતા અને અહીં પરંપરાગત દિવસ ભર પૂજા અર્ચના બાદ રાત્રે મહાપૂજાનો પણ ધમધમાટ રહ્યો હતો. આમ મહાશિવરાત્રીના પર્વે દરેક શિવાલયોમાં ભાવિકોની ભીડ પણ રહી હતી. જ્યારે ભક્તજનો પણ શિવને માથુ ઝુકાવ્યા પછી ભાંગની પ્રસાદી લેવાનું પણ ચૂકતા ન હતા.

કોડીનાર : કોડીનારમાં સ્યુગર ફેકટરી રોડ પર બંસીધર સોસાયટી મહિ‌લા મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી શ્રાવણ માસ અને શિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ છે. સાતમાં વર્ષે પણ શિવરાત્રિ નિમિતે ૧૦૦૮ શિવલીંગ તથા બાર જર્યોતિ‌લીંગ બનાવી શિવની ભકિતરૂપી આરાધના કરાઇ હતી. શિવજીનાં દર્શન કરવા લોકો બહોળી સંખ્યામાં ઉમટયાં હતાં.
વંથલી : વંથલીમાં સમસ્ત હિ‌ન્દુ સમાજ, સીંધી સમાજ અને જનસેવા સમાજ દ્વારા શિવરાત્રી ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંજે રથયાત્રા નિકળી હતી. ત્યારબાદ ગંગનાથ મહાદેવ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનાં કાર્યક્રમનો ભાવિકોએ લાભ લીધો હતો. તાલુકાનાં ગાંઠીલા ધામે પણ મુર્તિ‌ઓનો શ્રૃંગાર કરી મહાઆરતી યોજાઇ હતી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો