આમ આદમી પાર્ટીમાં પણ 'ખાસ' બનવાની લાહ્ય, ટિકીટ મુદે ડખ્ખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 'આપ'માં ટિકીટ મુદે ડખ્ખો
- હવે આમ આદમી પાર્ટીમાં પણ 'ખાસ' બનવાની લાહ્ય
- લોકસભાનાં ઉમેદવારની પસંદગી પાર્ટીનાં નિયમ મુજબ નથી થઇ : કાર્યકરો


સત્તાનો મોહ કોને ન લાગી શકે ? તે આમ હોય કે ખાસ સત્તા બધાને વ્હાલી છે. ટીમ વર્કર અને કેન્દ્રમાં આમ આદમીની વાતો કરતા કેજરીવાલની આમ આદમી પાર્ટીમાંઆજે જૂનાગઢ લોકસભા બેઠકનાં ઉમેદવારને લઇને ભંગાણ પડયુ છે. આપમાં ઉમેવારની પસંદગીને લઇને કાર્યકરોમાં વિરોધનો વંટોળ ફૂકાયો છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારીની પસંદગી પાર્ટી‍નાં નિયમ મુજબ કરવામાં આવી નથી. દિલ્હીનાં વિજય બાદ આમ આદમી પાર્ટીનાં કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

આ પ્રકારનો વિજય લોકસભામાં મળશે તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે કોઇ પણ ઇચ્છી રહ્યુ છે કે આપમાંથી અમને ટીકીટ મળે . જૂનાગઢ લોકસભાની બેઠક માટે અતુલ શેખડાને ટીકીટ આપવામાં આવી છે. આ સાથે અન્ય પક્ષની માફક આમ આદમી પાર્ટીમાં પણ ટીકીટને લઇને વિરોધ ઉઠયો છે.આજે જૂનાગઢ જિલ્લાનાં કેટલાક કાર્યકરો જિલ્લા કન્વીનર ઇમ્યાઝ પઠાણ પાસે દોડી ગયા હતા.

અને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ જણાવ્યુ હતુ કે,પાર્ટી માટે કાર્યકરોએ નિસ્વાર્થ સેવા કરી છે. અને જિલ્લામાં પાર્ટી ઉભી કરી છે. તેમજ લોકોને સમજાવતા હતા કે , ઉમેદવારની પસંદગી માટે આપને પુછવામાં આવશે.પરંતુ આ પ્રકારની કોઇ પણ પ્રક્રીયા વિના ઉમેદાવરની પસંદગી કરવામાં આવી છે.ત્યારે હવે લોકોની વચ્ચે આવી ઉમેદવારની પસંદગી કરવામા આવે તેવી માંગ કરી હતી.

આગળ વાંચો, કાર્યકરોએ આ સવાલનાં જવાબ માંગ્યા ? શું કહે છે જિલ્લા કન્વીનર ?આશુતોષના પ્રવાસ વખતે વિવાદનાં બીજ રોપાયા 'તા, આપ ભાજપનાં એક વ્યક્તિ સાથે સંપર્કમાં ?