સૌરાષ્ટ્રને લાંબા અંતરની બે ટ્રેન મળી પણ દ્વારકા-સોમનાથનું શું ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ રેલવે કંન્સ્લટેટીવ કમિટીએ સાંસદ બાવળીયાની ફળેલી રજૂઆતને આવકારી
સાંસદ કુંવરજીભાઇ બાવળીયાએ દિલ્હીમાં રૂબરૂ રેલમંત્રીને રેલબજેટમાં સૌરાષ્ટ્રને અન્યાય બાબતે યોગ્ય ધારદાર રજૂઆત કરી સૌરાષ્ટ્રને લાંબા અંતરની બે નવી ટ્રેન અપાવતા યાત્રિક - પર્યટકોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. વેરાવળ રેલ્વે કન્સ્લટેટીવ કમીટીએ સાંસદની રજૂઆતની સફળતાને આવકારી સોમનાથ- દ્વારકા ટ્રેન તાકીદે ચાલુ થાય અને દિલ્હી તથા શ્રીનાથજીની જે ટ્રેન રાજકોટથી ચાલુ થવાની છે તે સોમનાથથી થાય તેવા પ્રયત્નો કરવા પણ માંગ કરી છે.
રેલ્વે કન્સ્લટેટીવ કમીટીએ અખબારી યાદીમાં જણાવેલ છે કે, સોમનાથ - દ્વારકા ટ્રેન ગત બજેટમાં વર્ષ ૧૧-૧૨માં મંજૂર કરવામાં આવેલ છે પણ યેનકેન પ્રકારે આજદીન સુધી રેલતંત્ર તરફથી ચાલુ કરવામા આવેલ નથી પણ રેલ ચોપડે ચાલુ હોય તેવુ દર્શાવવામાં આવે છે.
જેથી આ બાબતે યોગ્ય રજૂઆત કરી આ ટ્રેનને તાત્કાલીક ચાલુ કરાવવા વિનંતી છે અને આવતા માસથી શરૂ થતા વેકેશનમાં સુપ્રસિધ્ધ યાત્રાધામમાં આવતા યાત્રિકો લાભ લઇ શકે તે માટે યોગ્ય કરી દોડતી કરવા માંગણી કરેલ છે તથા બે લાંબા અંતરની ટ્રેન દિલ્હી તથા શ્રીનાથજીની જે મળેલ છે તે પણ વહેલી ચાલુ કરાવાય તેમજ લાંબા અંતરની ટ્રેન દિલ્હી તથા શ્રીનાથજીની રાજકોટથી ચાલુ થવાની હોય તે સોમનાથથી શરૂ થાય તો તેવા પ્રયત્નો કરવા આ કમિટીના હોદ્દેદારોએ માંગ કરી છે.