• Gujarati News
  • Saurashtra Fisherman See Narendra Modi's News In Pakistan Jail

સોરઠનાં માછીમારો પાક જેલમાં રોજ મોદીનાં સમાચાર ટીવી પર જોતા’તા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વેરાવળ સ્ટેશન પર હર્ષાશ્રુ છલકાયા
- મિલાપ - પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ૧પ૦ માછીમારો માદરે વતન પહોંચ્યા
- વેરાવળ રેલ્વે સ્ટેશને જબલપુર ટ્રેનમાં માછીમારોનો સમૂહ આવતા પરિવારજનોમાં ભાવવાહી દ્રશ્યો સર્જા‍યા

પાકિસ્તાન સરકાર દ્વારા ભારતનાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગત સોમવારે શપથ ગ્રહણ કરેલ તે સમયે વાઘાર્બોડરે પાક જેલમાં બંદીવાન ૧પ૦ માછીમારોને મુક્ત કર્યા બાદ આજે આ માછીમારોનો સમૂહ જબલપુર એકસપ્રેસમાં વેરાવળ સ્ટેશને સાંજે આવતાં અગ્રણીઓ દ્વારા માછીમારોનો સત્કાર અને પરિવાર દ્વારા મિલનનાં સુભગ સમનવય વચ્ચે સ્ટેશને હર્ષાશ્રુનો દરિયો છલકાયો હતો.

પાકિસ્તાન જેલમાં બંદીવાન ૩૪૦ જેટલા ભારતીય માછીમારો પૈકી ૧પ૦ જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કરી પાકિસ્તાનની સરકાર વાઘા ર્બોડર તા.૨૬ને સોમવારનાં રોજ ફીશરીઝ અધિકારીઓને માછીમારોનો કબ્જો સોપેલ હતો. આ માછીમારોને ટ્રેન મારફત તેમના માદરેવતન વેરાવળ રેલ્વે સ્ટેશને આજે સાંજે છ વાગ્યે પહોંચતા ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ અહીં આવેલા મુકત થયેલા માછીમારોનાં પરિવારજનો આતુર બનીને માછીમારોને ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જા‍યા હતાં.

જયારે આ તકે જૂનાગઢનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજયસભાનાં સાંસદ ચુનીભાઇ ગોહેલ, વેલજીભાઇ મસાણી, ધારાસભ્ય જશાભાઇ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, તુલસીભાઇ ગોહેલ, રીતેશભાઇ ફોફંડી, રવિ ગોહેલ સહિ‌ત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો દ્વારા માછીમારોને ફુલહાર પહેરાવી મો મીઠા કરાવી સામૈયું કરાવ્યું હતું.

મુકત થયેલા માછીમારો કયાંના

મુક્ત થયેલા માછીમારોમાં ઊના પ૮, કોડીનાર- ૩૨, દિવ, ૨પ, દ્વારકા-પ, નવસારી- ૧, વલસાડ -૧૧, દાદરનગર હવેલી-૨, મહારાષ્ટ્ર-૧૦, ઉત્તર પ્રદેશ-પ, પશ્ચીમ બંગાળ-૧ સહિ‌ત ૧પ૦ માછીમારોનો સમાવેશ થાય છે.
આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો મોદી સરકાર આવી ગઇ છે તેવુ કહેતા બધા ખુશ થયા’તા