• Gujarati News
  • Sarpanch Made His Village Mayari Vibrant In Own Cost

ગુજરાતનું આ ગામ છે ‘રિયલ’ વાયબ્રન્ટ, સરપંચે ત્રણ વર્ષમાં બદલી ગામની ‘શકલ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિકાસની વાતો કરવા લાગે છે અને સરકારી ગ્રાન્ટમાંથી ગામડું હોય કે શહેર તેનો વિકાસ થતો હોય છે. પરંતુ કુતિયાણા તાલુકાના મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટથી તો વિકાસ થાય છે પરંતુ આ ગામના યુવાસરપંચે સ્વખર્ચે વિકાસના અનેક કામો કરીને અન્ય સત્તાધીશો માટે પ્રેરણાદાયક બન્યા છે. કુતિયાણા તાલુકાના મૈયારી ગામની વસ્તી માત્ર સાડા ચાર હજારની. પરંતુ આ મૈયારી ગામમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ઉપરાંત લોકોની સુરક્ષા માટેની પણ તકેદારી રાખવામાં આવી છે. આ કોઈ સરકારી ગ્રાન્ટમાંથી કામો થયા નથી પરંતુ છેલ્લા 3 વર્ષથી ચૂંટાયેલા ગામના સરપંચ ભરતભાઈ પરમારે ગામના વિકાસ માટે પોતાના ખર્ચે વિકાસના કામો કર્યા છે.

- આને કહેવાય વિકાસ…: કુતિયાણાના મૈયારી ગામના સરપંચે સ્વખર્ચે કર્યો ગામનો વિકાસ
- 61 જેટલા સીસી ટીવી કેમેરા, 200 જેટલી સ્ટ્રીટલાઈટ અને બાળકો-મહિલાઓ માટે 8 લાખના ખર્ચે ગાર્ડન બનાવ્યો

મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટોમાંથી રસ્તા સહિતના કામો થાય છે પરંતુ મોટાભાગના રસ્તા ભરતભાઈએ પોતાના ખર્ચે કરાવ્યા છે એટલું જ નહીં પરંતુ આ ગામમાં ઘરેઘરે લોકોને 600 થી 700 નળ કનેક્શન પણ પોતાના ખર્ચે આપ્યા છે. રાત્રિના સમયે આ ગામ રોશનીથી ઝળહળી ઉઠે છે કારણ કે 200 જેટલી સ્ટ્રીટલાઈટ પણ ભરતભાઈએ પોતાના ખર્ચે નખાવી છે.

સ્વખર્ચે કરાયેલા વિકાસના કામો અહીંથી અટકતા નથી. ગામમાં ચોરી, લૂંટ કે અન્ય કોઈ ગુન્હા બને તો તે ઉકેલી શકાય તેમજ લોકોની સુરક્ષા પણ થઈ શકે તે માટે નાના એવા ગામમાં 60 જેટલા સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. ગામની દરેક ગલીઓને કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે 8 લાખના ખર્ચે રળીયામણો બગીચો પણ બનાવ્યો છે. સરકારની ગ્રાન્ટ કરતા ભરતભાઈએ પોતાના ખર્ચે ગામમાં અનેક વિકાસના કામો કરીને લોકોની સુખાકારી માટે પ્રેરણાદાયક કામગીરી કરીને સાચા જનપ્રતિનિધિનો પરિચય આપ્યો છે. આથી કહી શકાય કે “આને કહેવાય વિકાસ”.

આગળ વાંચો, સ્ટ્રીટલાઈટનું બિલ પણ સરપંચ સ્વખર્ચે કરે છે, લગ્નપ્રસંગ અને બિયારણ માટે પણ ગ્રામજનોને આર્થિક સહાય, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભોજનની વ્યવસ્થા
આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો સ્ટ્રીટલાઈટનું બિલ પણ સરપંચ સ્વખર્ચે કરે છે...