ખાડા વચ્ચે મંત્રીની પ્રિમોન્સુનની સમીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખાડા વચ્ચે મંત્રીની પ્રિમોન્સુનની સમીક્ષા
- ચોમાસા આડે ગણતરીનાં દિવસો છે ત્યારે વરસાદ પહેલા શહેરમાં ગટર, રોડનાં કામ પૂર્ણ થશે ?

ચોમાસું દરવાજે દસ્તક દઇ રહ્યું છે. ત્યારે શહેરમાં કેટલીક જગ્યાએ ગટર-રસ્તાનાં કામો ચાલી રહ્યા છે. ચોમાસું માથે હોવા છતાં આ કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ, એવા સવાલ ઉભા થયા છે. તંત્રની કામની ઢિલીનિતી સામે આજે જૂનાગઢનાં પ્રભારી મંત્રીએ અધિકારીઓ સાથે પ્રિમોન્સુનની કામગીરીની સમીક્ષા કરી હતી. એસી હોલમાં સમીક્ષા કર્યાનો તંત્રએ સંતોષ માન્યો હતો. જોકે, વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ નહી થાય તો ચોમાસામાં લોકોની હાલાકીમાં ચોક્કસ વધારો થશે.

જૂનાગઢ શહેરમાં ૪-જીની કામગીરીને લઇને અનેક રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. તેમજ અનેક જગ્યાને તેનાં બોકસ માટે ખાડા ખોદવામાં આવ્યા છે. વાયર નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. તેના પર માટી તો નાંખી દેવામાં આવી છે. પરંતુ માટીનાં ઢોરા હોઇ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શહેરમાં મજેવડી રોડ પર ગટરનું કામ ચાલી રહ્યું છે. ભવનાથ, દિપાંજલી, જોષીપરામાં નંદનવન મેઇન રોડનું કામ ચાલી રહ્યું છે.

રોડ અને ગટરની કામગીરી પૂર્ણ થવાને લાંબો સમય માંગી લે તેમ છે. ચોમાસું માથે છે ત્યારે કામગીરીમાં વેગ આવતો નથી. શહેરની આવી સ્થિતી વચ્ચે આજે જૂનાગઢનાં પ્રભારી મંત્રી બાબુભાઇ બોખીરીયાએ અધિકારીઓ સાથે પ્રિમોન્સુનની કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરમાં ચાલતા કામોથી તેઓ વાકેફ થયા હતા. પરંતુ ચોમાસું નજીક હોઇ કામગીરી પૂર્ણ થતાં સમય લાગી જશે. જો કામગીરી પૂર્ણ નહી થાય તો ચોમાસામાં પ્રજાને હાલાકીનો સામનો કરવો પડશે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..