ચોમાસું માથે ને તંત્ર હજુય ઊંધા માથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસું માથે ને તંત્ર હજુય ઊંધા માથે

ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યું છે. પરંતુ જૂનાગઢ શહેરમાં પ્રિમોન્સુનની કામગીરીનો પ્રારંભ થયો નથી.પ્રિમોન્સુનનાં પ્લાનીંગ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યાં છે. હજુ શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી થતી હોવાનું જોવા મળતું નથી. ત્યારે તંત્રની આ નિતીનાં કારણે ચોમાસામાં લોકોને હાડમારીનો સામનો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થાય તેવી ભીતી છે.

જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલ તંત્રની કેટલીક ટીસીની વીજ પેટીઓ હજુ ખૂલ્લી છે. ચોમાસા પહેલા તે રીપેર કરવામાં નહીં આવે તો વીજ ફોલ્ટ ઉભા થશે અને ચોમાસામાં લોકોએ અંધારામાં રાત ગુજારવી પડે તેવું બની શકે તેમ છે. આ ઉપરાંત વીજ શોકની ઘટનાઓ પણ સર્જા‍ય શકે. મોટી દુર્ઘટના પહેલા તંત્રએ જાગવાની જરૂર ઉભી થઈ છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..