• Gujarati News
  • Regeneration Of A Young Woman Enjoying Life To The Protruding Wakaner

જિંદગીને અલવિદા કરવા નીકળેલી વાંકાનેરની યુવતીને આપ્યું નવજીવન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર : વાંકાનેર રોડ પર આવેલા ભોજપરા ગામ પાસે કોઈ અજાણી યુવતી કૂવામાં પડી જિંદગી ટૂંકાવવા માગતી હતી ત્યારે કોઈએ શહેર પોલીસને જાણ કરતા તેને બચાવી અને 181-મહિલા હેલ્પલાઈનની મદદ વડે વિકાસ ગૃહમાં મોકલી આપી હતી.
- કોણ કહે છે કે પોલીસ હંમેશાં મોડી પહોંચે ક્યારેક ઘટના બનતી અટકે એવું પણ બને!
- પોલીસનું સરાહનીય અને માનવતાવાદી કાર્ય
શનિવારે પોલીસ થાણામાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે ભોજપરા ગામ પાસે આવેલા કૂવામાં કોઈ યુવતી ઝંપલાવવાની તૈયારીમાં જ છે. આથી શહેર પોલીસના પી.આઈ. ભટ્ટ તેની ગાડી સાથે મહિલા પોલીસને લઇ તુરંત ત્યાં ધસી ગયા હતા અને કુવામાં કુદવાની તૈયારી કરતી યુવતીને પોલીસે બચાવી લીધેલી. યુવતીને શાંત કરવાના પ્રયાસો તો સફળ ન રહ્યા અને ગુમસુમ રહેતી યુવતીએ કોઇ જ જાતની વિગત આપી ન હતી . આથી પોલીસે તેને સાંત્વના આપી તેના પરિવારજનોની વિગત મળી ન હતી જેથી તેને રાજકોટના નારી સુધાર ગૃહમાં મોકલી આપી હતી.
યુવતીના જમણા હાથ પર કવિતા ત્રોફાવેલું છે

યુવતીના જમણા હાથ પર પાપા મુકેશ અને કવિતા લખેલું જોવા મળ્યું હતું, સાથોસાથ જમણા હાથની હથેળી પર ઓમ પણ ત્રોફવેલું જોવા મળ્યું હતું. અનેકવાર તેની પૂછપરછ કરવા છતાં યુવતી એક શબ્દ બોલવા તૈયાર ન હતી. તેમ છતાં પોલીસે માનવતાવાદી વલણ અખત્યાર કરીને પોલીસ પ્રજાની મિત્ર અને હિતચિંતક છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.