• Gujarati News
  • Reconstruction Of Narsinh Lake In Junagadh Latest News

જૂનાગઢ: સુદર્શન અને નરસિંહ સરોવરની થશે કાયાપલટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લામાં 21 પ્રવાસન સ્થળની યાદી આવી હતી તે પૈકી ત્રણ સ્થળ મંજૂર થયા : જૂનાગઢ કલેકટર હસ્તકની 10 કરોડની ગ્રાન્ટમાંથી
- ચોરવાડનાં હોલીડે કેમ્પનો પણ સમાવેશ કરાયો

જૂનાગઢ: રાજ્ય સરકારે કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જેમાંથી જૂનાગઢનાં સુદર્શન અને નરસિંહ મહેતા તળાવનો વિકાસ કરાશે. તેમજ ચોરવાડનાં હોલીડે કેમ્પનો પણ સમાવેશ થયો છે. રાજ્ય સરકારે ફેબ્રુઆરી માસમાં દરેક જિલ્લા કલેકટરને રાજ્ય સરકારે રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેનો જિલ્લાનાં કોઇ પણ 3 પ્રવાસન સ્થળનાં વિકાસ માટે ઉપયોગ કરવાનો હતો.

જૂનાગઢ જિલ્લા કલેકટર આલોકુમાર પાંડે અને પ્રવાસન વિભાગે જિલ્લાનાં દરેક તાલુકા પાસેથી પ્રવાસન સ્થળોની યાદી મંગાવી હતી. જેમાં જિલ્લામાંથી 21 પ્રવાસન સ્થળની યાદી તૈયાર કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી. તેમાંથી રાજ્ય સરકારે 3 સ્થળની દરખાસ્ત મંજૂર કરી હતી. જેમાં જૂનાગઢનાં ભવનાથમાં આવેલું સુદર્શન તળાવ, નરસિંહ મહેતા તળાવ અને ચોરવાડનાં હોલીડે કેમ્પનો સમાવેશ કરાયો છે. આગામી દિવસોમાં ત્રણેય પ્રવાસન સ્થળનો 10 કરોડની ગ્રાન્ટમાંથી વિકાસ કરાશે.

હજુ કલેકટરને ગ્રાન્ટ મળી નથી

રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં કલેકટરને 10 કરોડ આપવની જાહેરાત કરી હતી. પરંતુ આજ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેના કારણે વિકાસની ગતી ધીમી પડી છે.

સુદર્શન તળાવ શું કામ ?

સામાન્ય રીતે સુદર્શન તળાવની ખાસ ઓળખ નથી. પરંતુ તે પૌરાણિક છે. સુદર્શન તળાવનાં વિકાસ પાછળ ગિરનાર રોપ-વે યોજના સાકાર થાય ત્યારે તેનો લાભ લઇ શકાય તેવું આયોજન થઇ રહ્યું છે.

ગિરનાર- ઉપરકોટ વિસરાયા

કલેકટરની ગ્રાન્ટમાંથી ગિરનાર પર્વતની સીડી અને ઉપરકોટનો વિકાસ કરવાની ભલામણ કરાઇ હતી. પરંતુ જ્યાં સૌથી વધુ યાત્રાળુઓ આવે છે. તેવા ઉપરકોટ અને ગિરનાર નો આમાં સમાવેશ કરાયો નથી.

નરસિંહ મહેતા તળાવનો તો કોર્પોરેશન પણ વિકાસ કરી શકે

નરસિંહ મહેતા તળાવનાં વિકાસમાં કોર્પોરેશન રસ દાખવીરહ્યું છે. અને સમયાંતરે ખર્ચ પણ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ અન્ય સ્થળ પાછળ વાપરવી જોઇતી હતી. હવાલો કોર્પોરેશનને આપી દેવો જોઇએ.