માળિયાનાં અવાણીયાની યુવતી પર દુષ્કર્મ આચરનારા ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૧ દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી બે શખ્સોએ બળાત્કાર ગુર્જાયો હતો

માળિયા તાલુકાનાં અવાણીયા ગામની યુવતીનું જૂનાગઢનો આરીફ અબ્દુલ નામનો શખ્સ બાઇક પર બેસાડી અપહરણ કરી ગયા બાદ તેની પર દુષ્કર્મ આચર્યો હતો. બાદમાં કેશોદનાં સોંદરડા ગામનાં દાસા કાના ખાંભલા નામનાં રબારી શખ્સે પણ આ યુવતીને બળજબરીથી પોતાની વાડીએ લઇ જઇ ત્યાં ૧૧ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતું. આ શખ્સનાં સકંજામાંથી કોઇપણ રીતે મુકત થયા બાદ આ યુવતીએ બંને શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં એસસીએસટી સેલનાં ડીવાયએસપી કારાવદરાએ ત્વરીત તપાસનાં ચક્રો ગતિમાન કરી આ બંને નરાધમોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાસા સોંદરડા ગામનો પૂર્વ સરપંચ
યુવતી પર દુષ્કર્મ કરનાર દાસા ખાંભલા સોંદરડા ગામનો પુર્વ સરપંચ હોવાનું જાણવા મળે છે. અગાઉ બે બાળકોથી વધુ સંતાન ધરાવતો હોય તેને હોદા પરથી દુર કરાયો હતો.