• Gujarati News
  • Rain In Junagadh District Veraval Sutrapada Latest News

વેરાવળ પંથકમાં કમોસમી વરસાદ સાથે વીજળીનો કહેર, મહિલાનો લીધો ભોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મેઘ ગર્જના| એકાએક કડાકા ભડાકા સાથે પલ્ટો
- કિંદરવા ગામમાં તો વીજળીએ એકનો ભોગ લીધો
- મૃતક મહિલાનાં પરિવારજનોએ ચક્ષુદાનનો નિર્ણય લીધો

વેરાવળ: છેલ્લા પાંચેક દિવસથી અસહ્ય ગરમીનાં વાતાવરણ વચ્ચે ગીર-સોમનાથ જિલ્લાનાં મથક વેરાવળ-પાટણ તથા ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરનાં ત્રણેક વાગ્યાના આસપાસ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા આકાશમાં કડાકા -ભડાકા સાથે આકાશમાંથી અમીછાંટણા વરસેલ ત્યારે તાલુકાનાં કિંદરવા ગામે ખેતરમાં કામ કરી રહેલ ત્રણ મહિલાઓ પર વિજળી પડતા ત્રણ પૈકી એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જ્યારે બે મહિલાઓને સારવાર અર્થે વેરાવળ સરકારી દવાખાને સારવારમાં ખસેડેલ છે.

વેરાવળ શહેર તથા તાલુકાનાં વાતાવરણમાં આજે બપોરનાં ત્રણેક વાગ્યાનાં આસપાસ એકાએક પલ્ટો આવેલ અને આકાશમાં વાદળાઓ બંધાયેલ સાથે મેઘગર્જના સાથે વિજળીનાં ચમકારા થઇ રહેલ દરમ્યાન તાલુકાનાં કિંદરવા ગામે સાડા ત્રણ વાગ્યે ખેતરમાં કામ કરી રહેલ ગંગાબેન ડાયાભાઇ ચાંડપા (ઉ.વ.28) રહે.હસનાવદર, લક્ષ્મીબેન રમેશભાઇ આમહેડા (ઉ.વ.30) તથા ભાનુબેન મુળજીભાઇ આમહેડા (ઉ.વ.32) બન્ને રહે.કિંદરવાવાળા પર એકાએક વિજળી પડતા ત્રણેય મહિલાઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 સેવા દ્વારા વેરાવળ સરકારી દવાખાને ખસેડેલ જ્યાં ફરજ પર રહેલ તીબબે સારવાર આપતા હતા.

દરમ્યાન ભાવનાબેન આમહેડાનું મૃત્યુ નિપજતા હોસ્પિટલે ઉપસ્થિત તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાયેલ હતી. દરમ્યાન ભાનુબેનનાં પરિવારજનોને સામાજિક કાર્યકર પરબતભાઇ સોલંકી ચક્ષુદાન બાબતે સમજાવતા પરિવારજનોએ ચક્ષુદાનનો નિર્ણય કરી બે અંધકારમય જીવન જીવતા લોકોનાં જીવનમાં ઉજાસ આપવાનું ઉમદા કાર્ય કરેલ હોવાનું જાણવા મળેલ છે. આજે સાંજનાં સમયે વેરાવળ-સોમનાથનાં વાતાવરણમાં પલ્ટો આવેલ અને વાતાવરણની અસર સોમનાથ મંદિર સહિત તે વિસ્તારમાં થયેલ હોય તેમ થોડીક્ષણો સુધી અંધારપટ્ટ છવાય ગયેલ હતો.
આગળ વાંચો, સુત્રાપાડામાં વરસાદથી કપાસ પાકનો સોથ, ફલડ વિભાગ કચેરી ઉંઘતી જ રહી, ઊના પંથકમાં ભારે પવન સાથે વરસાદ, ભંડૂરીમાં વીજપોલ, વૃક્ષો ધરાશાયી