આગામી મે માસમાં હજુ બે વખત કમોસમી વરસાદ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આગામી મે માસમાં હજુ બે વખત કમોસમી વરસાદ થશે
- ૯ થી ૧૧ જૂન વચ્ચે ચોમાસું બેસશે : વર્ષા વિજ્ઞાન મંડળ


છેલ્લા બે દિવસથી રોજ સાંજે તોફાની પવન અને કરા સાથે થતા વરસાદે જીરું અને કેરીમાં થોડું નુકસાન કર્યું છે. ત્રીજા દિવસે જોકે, મેઘરાજાએ ખમૈયા કર્યા છે ખરા. આગામી મે માસમાં બે વખત માવઠાની શક્યતા વર્ષા વિજ્ઞાન મંડળે વ્યક્ત કરી છે. આ સાથે ગુજરાતમાં ૯ થી ૧૧ જૂન વચ્ચે ચોમાસાની શક્યતા પણ દર્શાવાઇ રહી છે. વંથલી સ્થિત વર્ષા વિજ્ઞાન મંડળનાં સભ્ય રમણિકલાલ ડાયાભાઇ વામજાએ જણાવ્યું છે કે, આગામી ચોમાસું સારું રહેશે.

તા. ૧૪ થી ૧૭ મે દરમ્યાન કૃતિકા નક્ષત્રમાં તેમજ તા. ૩૧ મે થી ૨ જૂન દરમ્યાન રોહિ‌ણી નક્ષત્રમાં માવઠું થવાની સંભાવના છે. ગુજરાતમાં મેઘરાજાની શાહી સવારી તા. ૯ થી ૧૧ જૂન દરમ્યાન શરુ થશે. તેમણે આગામી હોળીનાં તહેવાર દરમ્યાન પવનની લ્હેર, હોળીની અગ્નિની જ્વાળા તેમજ શિયાળની લાળીને અનુલક્ષીને પણ જુદી જુદી માન્યતાઓ પ્રવર્તતી હોવાનું જણાવ્યું છે.

આગળ વાંચો, ભડલી મુજબ પવનની દિશાને લઇ વરસાદની આગાહી, હોળીનાં દિવસે શિયાળની લાળી