તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠમાં મેઘમહેરથી લહેરાતો 'મોલ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લામાં ૨,૭૯,૧૦૦ હેકટરમાં મગફળીનું અને ૬૩૩૮પ હેકટરમાં કપાસનુ વાવેતર નોંધાયું
- ફરી વરસાદી માહોલ સર્જા‍તા મોલાતને ફાયદા કારક


જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ સંપોષકારક થતા ધરતી પુત્રો આંનદીત થઇ ગયા છે. સારા વરસાદનાં કારણે મગફળી , કપાસ સહિ‌તનાં પાક લહેરાવા લાગ્યા છે. જિલ્લામાં ૨,૭૯,૧૦૦ હેકટરમાં મગફળી અને ૬૩૩૮પ હેકટરમાં કપાસનુ વાવેતર થયુ છે.

ગત વર્ષ ઓછા વરસાદનાં કારણે સોરઠમાં દુષ્કાળની સ્થિતિનુ નિર્માણ થયુ હતુ. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ વાવણી લાયક થયો હતો. જિલ્લામાં સરેરાશ ૧પ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. પરીણામે નદી - નાળા , કુવા , બોરમાં પાણી ઉપર આવી ગયા છે.

સારા વરસાદનાં કારણે મોલાત પણ લહેરાવ લાગી છે. જૂનાગઢ જિલ્લામાં ૨૭૯૧૦ હેકટકરમાં મગફળી, ૬૩૩૮પ હકેટરમાં કપાસ, ૩પ૦ હેકટરમાં તલ, ૭૦ હેકટરમાં દિવેલ, ૨૦૦૦ હેકટરમાં બાજરી, ૧૪૮૦ હેકટરમાં શેરડી, ૧૨૪પ હેકટરમાં અડદ સહિ‌તનાં પાકનુ વાવેતર કરવામાં આવ્યુ છે. ખેડૂતોએ નિંદામણ, ખાતર , દવા છંટકાવ સહિ‌તની કામગીરી પૂર્ણ કરી લીધી છે. હાલ લાંબી વરાપ પછી ફરી એક વખત સારા વરસાદની ખેડૂતો રાહ જોઇ રહયા છે. જો કે જૂનાગઢમાં આજે સવારથી વરસાદી માહોલ ઉભો થયો છે. કેટલીક જગ્યાએ ઝાંપટા પડયા છે.